ફરિયાદ:ધ્રાંગધ્રામાં પત્નીની પતિ સામે દુષ્કર્મ, સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કર્યાની ફરિયાદ

ધ્રાંગધ્રા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રહેતા પતિ -પત્ની વચ્ચે મનદુઃખ થયુ હતુ. આથી પત્ની દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં પતિ સામે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાધી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવાઈ હતી.

ધ્રાંગધ્રા-હળવદ રોડ પર રહેતા પતિ-પત્નીના લગ્ન થયા બાદ બે પુત્રી જન્મ થયો હતો. ત્યારે પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થતા પત્ની દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં પતિ રાજેશભાઈ વી.રાઠોડ પર પોતાના ઘરે હતા ત્યારે પતિ દ્વારા મરજી વિરૂદ્ધ પત્ની સાથે બળજબરી અને દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરૂધ કૃત્ય કરતા પત્ની દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમાં પતિ સામે ફરિયાદ નોંધાવાઈ હતી. ધ્રાંગધ્રા સીટી પોલીસે આરોપી રાજેશભાઈ રાઠોડ સામે ગુનો નોંધી નોંધ્યો છે. આરોપી પતિ વિકલાંગ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...