તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઘઉં લઈ 65 લાખ ન આપનારા અમદાવાદના શખ્સો સામે ફરિયાદ

ધ્રાંગધ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રામાં ખેડૂત સાથે છેતરપિંડીનો કેસ
  • 3 ટ્રેડિંગ કંપનીના માલિકો સામે ઠગાઈની ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી

ધ્રાંગધ્રા વિસ્તારમાંથી ઘંઉનો માલ લઈને નાણા નહી અપાતા ચકચાર ફેલાઇ હતી. ત્યારે ઘંઉના જથ્થો આપનાર વસાડવાના ખેડૂત અને ડિવાઇન એગ્રો દ્વારા અમદાવાદની 3 કંપનીના માલિકો સામે રૂ. 65 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

ધ્રાંગધ્રા વિસ્તારમાં ઘંઉનો જથ્થો વસાડવાના ખેડૂત રોહિતભાઈ પટેલ અને ડિવાઈડ એગ્રો કપની પાસેથી અમદાવાદ નરોડા વિસ્તારમાં રહેતા નીલેશભાઈ સુરેશભાઈ ઢીગલાણીયા દ્વારા પ્રમુખ ટ્રેડિંગ, જલારામ ટ્રેડિંગ અને જય જલારામ ટ્રેડિંગના નામે રૂ. 65 લાખની કિંમતનો ઘંઉનો જથ્થો લીધો હતો. પરંતુ આ માલના નાણા રૂ. 65 લાખ નહી ચુકવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં રોહિતભાઈ પટેલ અને ડિવાઈડ એગ્રો કપની દ્વારા નીલેશભાઈ સુરેશભાઈ ઢીગલાણીયા અને તેની કંપની સામે છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે ગુનો કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની વધુ તપાસ ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ એમ.કે. ઈસરા દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂત પાસેથી ઘંઉનો માલ લઈ નાણાં ન ચૂકવાતા ચકચાર ફેલાઈ જવામાં પામી હતી.

આમ ખેડૂતો સાથે રૂ. 65 લાખની છેતરપિંડી કરવાના બનાવને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...