તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ધ્રાંગધ્રાના યુવાનનું અપહરણ કરનાર 10 શખ્સ સામે ફરિયાદ

ધ્રાંગધ્રા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ધંધાના મનદુઃખને લઈને માથાકૂટ ચાલતી હતી

ધ્રાંગધ્રાના યુવાનનુ કુડા- ઘનશ્યામ ગઢ રોડ પર ધંધાના મનદુઃખ લઈને સ્કોર્પિઓ કાર અને અન્ય વાહનમાં આવી દસ શખ્સો અપહરણ કરી લઈને યુવાનને માર માર્યો હતો. આ ઉપરાંત જાતી અપમાનિત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવાનની કારમા તોડફોડ કરી ભાગી જતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ધ્રાંગધ્રામાં રહેતા જીગ્નેશભાઈ દિલીપભાઈ સિંધવને ધંધાના મનદુઃખ લાંબા સમયથી ચાલતું હતું. ત્યારે યુવાન પોતાની બલેનો કારમાં કુડા-ઘનશ્યામ રોડ પર નીકળતા શેલાભાઈ ભરવાડ, લક્ષ્મણભાઈ ભરવાડ, શેલાભાઈનો પુત્ર વલ્લભભાઈ, હકુભા, ચંદુભાઈ કોળી અને અન્ય ત્રણ શખ્સો ઘાતક હથિયારો સાથે આવી જીગ્નેશભાઈનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરી લઈ જઈ નીકળી ગયા હતા. અને જીગ્નેશનની કારમાં તોડફોડ કરી યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ અપમાનીત કરી ભાગી ગયા હતા. યુવાને ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં 10 શખ્સ સામે ગુનો નોંધાવતા પોલીસ દ્વારા ઘટના સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો