તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:બીજા વિશ્વયુદ્ધમાં ભારત સામે પાકિસ્તાની સેના શરણાગત થઇ તેને 50 વર્ષ પૂર્ણ થતા ઉજવણી

ધ્રાંગધ્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા આર્મી કેન્ટોમેન્ટમાં વિવિધ કાર્યક્રમ સાથે સ્વર્ણીમ ઉજવણી કરાઈ

ધ્રાંગધ્રા આર્મી કેન્ટોમેન્ટ ખાતે બીજા વિશ્વ યુદ્ધમાં પાકિસ્તાન સેનાએ ભારત સામે શરણાગતી સ્વિકારીને હથિયાર મૂકી દીધા હતા. ત્યારે સમયને 50 વર્ષ પૂર્ણ થતા આર્મી કેન્ટોમેન્ટ દ્વારા સ્વર્ણિમ ઉજવણી કરી ડ્રોઈંગ કોમ્પિટેશન, પર્યાવરણ બચાવ સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયાજવામાં આવ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ ભારતીય જવાનો દ્વારા પાકિસ્તાન સેના પર પ્રહાર કરી માહત કરી નાંખી હતી. અને દુનિયામાં સૌથી મોટામાં મોટી શરણગતિ ભારત દેશ સામે પાકિસ્તાની સેનાએ સ્વીકારી હતી. ત્યારે આ સમયને 10-7-2021ના રોજ 50 વર્ષ પૂર્ણ થતા ભારતીય સેના સ્વર્ણીમ ઉજવણી કરી રહી છે. જેના ભાગ રૂપે ધ્રાંગધ્રા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે.

ત્યારે આર્મી જવાનો મહિલાઓ અને બાળકોની વિવિધ કેટેગરીની ડ્રોઈંગ કોમ્પિટેશન, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. ત્યારે વિજેતાઓને ઈનામ વિતરણ મીસીસ રશ્મીબેન મીશ્રાના હસ્તે કરાયું હતુ. આ પ્રસંગે રશ્મીબેન મિશ્રાએ જણાવ્યું દેશની રક્ષા કરનાર આર્મી પર લોકો નાજ છે. ત્યારે આપણે પણ તેનો પરીવાર અને હીસો છીએ.

ત્યારે આપણે પણ દેશ માટે કંઇક કરવુ જોઈએ સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ. એક એક વૃક્ષ વાવીએ તેનુ જતન કરી સ્વચ્છતા જાળવણી કરીએ. આ પ્રસંગે કર્નલ એસ.કે. કુમાર સહિત આર્મીના અધિકારી, મહિલાઓ, બાળકો અને જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...