ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા મોરબીના ઉદ્યોગપતી પ્રકાશભાઈ વરમોરાને ટીકીટ આપતા ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ઠાકોર નારાજ થઈ કોંગ્રેસમાં ભળી જતા કોંગ્રેસ દ્વારા વિધાનસભાના ઉમેદવાર બનાવી દીધા. જયારે ભાજપના એપીએમસી ડાયરેક્ટર વાલજીભાઈ પટેલ આપમાં ભળી જતા આપે વિધાનસભાની ટીકીટ આપી. આમ ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના આગેવાનો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ત્યારે પાટીદાર અને કોળી ઠાકોર સમાજ વચ્ચે મુખ્ય જંગ રસપ્રદ જંગ જામશે. રાજકારણમાં કોઈ કોઈનુ દુશ્મન નથી અને મિત્ર પણ નથી આ કહેવત ધ્રાંગધ્રા વિધાનસભાની ચૂંટણી સાર્થક બની છે.
ધ્રાંગધ્રા વિસ્તારમાં એક સપ્તાહ પહેલા કોંગ્રેસ અને આપ સામે સાથે બેસીને વિરોધ કરનાર અને ભાજપમાંથી ચૂંટણી લડી વિજેતા બનેલા આગેવાનો અત્યારે અલગ અલગ પક્ષમાંથી ટીકીટ લઈને સામસામે ચૂંટણી લડવા માટે તલવાર ખેંચી રહ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભાની ચૂંટણીમાં મોરબીના ઉદ્યોગપતી પ્રકાશભાઈ વરમોરાને ટીકીટ આપવામાં આવતા જિલ્લા પંચાયતના સભ્ય છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ગુજરીયા ઠાકોરે નારાજ થઈ રાજીનામું આપી કોંગ્રેસમાં ભળી જતા કોંગ્રેસ દ્વારા ધ્રાંગધ્રા વિધાનસભાના ઉમેદવારની ટીકીટ આપી.
જયારે ધ્રાંગધ્રા એપીએમસી ડાયરેક્ટર વાલજીભાઈ પટેલ આપમા ભળી જતા આપ દ્વારા ધ્રાંગધ્રા વિધાનસભાની ટીકીટ આપતા ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના આગેવાનો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. ત્યારે ધ્રાંગધ્રા હળવદ વિસ્તારમાં એક પક્ષના આગેવાનો સામે લડતા હોવાથી કાર્યકરોભારે વિમાસણમાં મુકાયા છે. ત્યારે ચૂંટણીના ફોમ ભરવાનો તા. 14 નવેમ્બર ફોમ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ફોમ ભરવા માટે ભારે ધસારો જોવા મળશે. ત્યારે ભાજપ અને આપમા પાટીદાર આગેવાનો ચૂંટણી લડે છે. જયારે કોંગ્રેસમાંથી ઠાકોર સમાજના આગેવાન ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પાટીદાર અને ઠાકોર વચ્ચે ચૂંટણી જંગ જામશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.