જમીન ફાળવી વિવાદ:ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના લાભાર્થીઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા સેવા સદન બહાર સાથણીની જમીન ફાળવણીની માગ સાથે મોટી માલવણ ગામના લાભાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું. - Divya Bhaskar
ધ્રાંગધ્રા સેવા સદન બહાર સાથણીની જમીન ફાળવણીની માગ સાથે મોટી માલવણ ગામના લાભાર્થીઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયું હતું.
  • ધ્રાંગધ્રા સેવાસદન ખાતે સાથણીની જમીન ફાળવવાની લાંબા સમયથી માગ મુદ્દે આંદોલન
  • 2006માં 80 લાભાર્થીને સાથણીની જમીન ફાળવી હતી જેમાંથી 40 હજુ પણ જમીનથી વંચિત

ભાસ્કર ન્યૂઝ|ધ્રાંગધ્રા મોટી માલવણ ગામના સાથણીની જમીન ફાળવણીના લાભાર્થીઓ દ્વારા લાંબા સમયથી માગ છે. ત્યારે જમીનની ફાળવણી નહીં કરતા લાભાર્થીઓ દ્વારા ધ્રાંગધ્રા સેવા સદન ખાતે ઉપવાસ આંદોલન બુધવારે શરૂ કરવામાં આવ્યું હતું.

ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના 40 લાભાર્થીને જમીન ફાળવણી નહીં કરતા અનેક રજૂઆત અને આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. તેમ છતાં ફાળવણી કરવામાં આવી ન હતી. ત્યારે 2006માં કુલ 80 લાભાર્થીને સાથણીની જમીન ફાળવી હતી. જેમાંથી 40 લાભાર્થી હજુ પણ સાથળીની જમીનથી વંચિત રહ્યા છે.

અનેક રજૂઆત છતાં ફાળવણી નહીં કરતા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે બુધવારે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જ્યાં સુધી સાથણીની જમીન નહીં સોંપાય ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે તેમ ઉપવાસ પર બેઠેલા દરેક લાભાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...