તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ધ્રાંગધ્રામાં પૈસાની લેતી દેતી મુદ્દે યુવાન પર હુમલો

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા શહેરમાં ચાર દિવસ અગાઉ પૈસાની લેતી-દેતીને લઈને યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરી મારમારી ગંભીર ઈજા પહોચાડી હતી. ત્યારે યુવાનના ભાઈ દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

ધ્રાંગધ્રામાં ચાર દિવસ પહેલા પેસા બાબતની લેતીદેતીને લઈને રાત્રીના સમયે પાઇપ લાકડી જેવા હથિયારો સાથે દિનેશભાઈ હીરાભાઈ મુંધવા, અમિતભાઈ હીરાભાઈ મુંધવા, હિતેશભાઈ હીરાભાઈ મુંધવા અને સંજયભાઈ અરજણભાઈ ભરવાડ આવી શક્તિભાઈ ડાંગર સાથે બોલાચાલી લાકડી, પાઈપ જેવા હથિયારો સાથે હુમલો કરી મારમારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી ઇજાગ્રસ્ત શક્તિભાઈ ડાંગરને સારવાર માટે સુરેન્દ્રનગર દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે ઇજાગ્રસ્ત યુવકના ભાઈ હરેશભાઇ અરજણભાઈ ડાંગર ધ્રાંગધ્રા સીટી પોલીસમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા સીટી પોલીસે ગુનો નોંધી ડીવાયએસપી આર.બી.દેવધા માર્ગદર્શન નીચે વધુ તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...