તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:નિવૃત્ત શિક્ષકના બેંક ખાતામાંથી ગઠિયાએ 45 હજાર ઉપાડી લીધા, ફોન કરી એટીએમ કાર્ડ નંબર અને OTP જાણી લીધા

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધ્રાંગધ્રાના શિક્ષકે ફરિયાદ કરવાનું પણ ટાળ્યું

ધ્રાંગધ્રામાં રહેતા એક નિવૃત શિક્ષક અને પાસેથી ગઠીયાઓએ બેંકમાંથી બોલુ છુ કહી એટીએમની વિગતો અને ઓટીપી મેળવી લીધા બાદ ખાતામાંથી 45 હજાર ઉપાડી લીધા હતા. ઓનલાઇન સાઇબર ક્રાઇમનો શિક્ષક ભોગ બન્યા અંગે જાણ થતા ચકચાર ફેલાઇ હતી.

હાલ ઓનલાઇન બેંકીગથી લોકોની સુવિધામાં વધારો થયો છે. પરંતુ બેંકમાંથી બોલુ છુ કહી ઓનલાઇન એટીએમની વિગતો મેળવી લોકોને ઠગતી ગેંગ પણ સક્રિય બની છે.જેમાં બેંકમાંથી બોલુ છુ કહી ફોન પર એટીએમ અને પીન અને ઓટીપી માંગી લોકોનેા ખાતામાંથી મહેનતથી કમાયેલ પૈસા ઉપાડી લઇ સાઇબર ક્રાઇમ કરે છે. ત્યારે આવાજ એક બનાવમાં ધ્રાંગધ્રામાં રહેતા નિવૃત શિક્ષકના મોબાઇલમાં ફોન કરનારે એટીએમ અને ઓટીપી નંબર માંગ્યો હતો. આથી શિક્ષકે આપી દેતા એસબીઆઈ બેન્કના ખાતામાંથી 45 હજાર ઉપડી ગયા હતા. આમ ઠગ ટોળકીનો ભોગ શિક્ષીત લોકો બનતા ધ્રાંગધ્રા શહેરમાં ચકચાર ફેલાઇ હતી. જ્યારે શિક્ષકે આ અંગે ફરીયાદ નોંધાવાનું ટાળ્યુ હતુ.

આ અંગે ધ્રાંગધ્રા એસબીઆઈ અધિકારી નરેશભાઈ ઠકકરે જણાવ્યું કે, બેંન્ક કોઈ પણ ગ્રાહક પાસે પાસે ફોન પર વિગતો માંગતી નથી અને આવા ફોન આવેતો વિગતો આપવી નહી અને જરૂર જણાય તો બેન્કના સમયે કર્મચારીઓ અને અધિકારીઓનો સંપર્ક કરી તપાસ કરવી જોઈએ. ફોન પર વિગતો આપવી ન જોઈએ તે માટે બેન્ક અનેકવાર જાહેરાત પણ કરી લોકોમા જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો