તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોની પરીસ્થિતિ દયનીય:ધ્રાંગધ્રાંમાં ઘઉં, જીરામાં ઝાકળને લીધે ઉતારો ઓછો આવતા ચિંતા

ધ્રાંગધ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અડધું ઉત્પાદન થતા ખેડૂતોની પરીસ્થિતિ દયનીય બની
 • 30 હજાર હેક્ટરમાં ઘઉં અને જીરાનું વાવેતર : બંને પાકમાં મળતાં સામાન્ય ઉતારા કરતાં 30%નો ઘટાડો

ધાંગધ્રા વિસ્તારના ખેડૂતો અધતન ખેતી દ્વારા વર્ષમાં ઉનાળુ, ચોમાસું અને શિયાળુ ત્રણ સીઝનનો પાક લે છે. ત્યારે ધાંગધ્રા વિસ્તારમાં શિયાળામાં ખેડૂતો દ્વારા ઘઉં અને જીરાનું ૩૦,૦૦૦ જેટલા હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે ખેડૂતોને ઘઉંના પાકમાં સારો ઉતારો આવવાની આશા હતી ત્યારે ઘઉં જીરુંના પાક નીકળતા ઘઉંના પાકમાં ઉતારો ઓછો આવતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની છે.

આ અંગે ખેડૂતો આનંદભાઈ કોળી, હકાભાઇ દલવાડી સહીતનાઓએ જણાવ્યું કે ઘઉં અને જીરાના પાકમાં શિયાળામાં ઝાકળ ને લઈને દાણો કાચો સુકાઈ જતા ઉતારો ઓછો આવ્યો છે. સામાન્ય રીતે ઘઉં વીઘે 25 થી 30 મણ ઉતરે છે ત્યારે આ વખતે 15 થી 20 મણનો જ ઉતારો જોવા મળી રહી રહ્યો છે. તેમજ જીરામાં પણ 3 થી 4 મણનો ઉતારો આવતા ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે. એક તરફ ભાવનો ભાર બીજી તરફ ઓછા ઉતારાના કારણે ખેડૂતોને મોટુ આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવે તેમ છે.

ટેકાના ભાવે ખરીદી કરવા માંગ
ઘઉંના ભાવ 325થી 400 અને જીરાના ભાવ 2200થી 2600 બોલાતા ખેડુતોની માગ ઉઠી છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તો ભાવ ઘટે નહી અને ખેડુતો પાસેથી વેપારીઓ નીચા ભાવે માલ ખરીદી કરી લઈ ના જઈ શકે. જેથી વેપારીઓ દ્વારા ઓછા ભાવ આપી ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે તે અટકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો