ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર રાત્રે મોરબીથી બાઈક લઈને 2 મિત્ર 1 બાળકને લઇને અમદાવાદ અડાલજ જઈ રહ્યા હતા. તે દરમિયાન ધ્રાંગધ્રા-રાજગઢ ગામ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે બાઈકને અડફેટે લીધું હતંુ. આ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત ઘટના સ્થળે જ બાળકનું મોત નીપજ્યું હતું. અન્ય બેને ઈજા થતા સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર રાજગઢ ગામ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે પૂરપાટ ઝડપે આવી બાઈકને અડફેટે લેતા કિશન (ઉં. 6) નામના બાળક સહિત ત્રણેય ફંગોળાયા હતા. આ બનાવમાં બાળકને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અન્ય બેને ઈજા થતાં બનાવ ના સમાચાર મળતા 108ના પાયલોટ નરેન્દ્રસિંહ આસીમભાઈ એલઅલન્ટિના વિક્રમસિંહ. હીતેષભાઈ અને રાજેન્દ્રસિંહ સહિતના ઘટનાસ્થળે દોડી ગઇ મરનાર બાળક અને બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવમાં તાલુકા પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.