તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કંકાવટી ગામના વૃધ્ધને કારમાં બેસાડી 70 હજાર લુંટી લીધા

ધ્રાંગધ્રા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બસમાંથી ઉતરી દવાખાને જતા વૃધ્ધને 3 શખ્સોએ કારમાં બેસાડ્યા હતા

ધ્રાંગધ્રા તાલુકા કંકાવટી ગામે રેહતા વૃદ્ધ શહેરના હળવદ રોડ પર હળવદની બસમાંથી ઉતરી દવાખાને જતા હતા. તે દરમિયાન વૃદ્ધ પાસે ઈકો કારમાં સવાર ત્રણ શખ્સો આવી દવાખાને જવુ હોય તો અમે ત્યાં જાય છીએ તેમ કહી બેસાડી લીધા હતા. ત્યારબાદ વૃદ્ધ પાસેના 70 હજાર લઈને વૃદ્ધને રસ્તામાં ઉતારી ભાગી ગયા હતા. ધ્રાંગધ્રાના કંકાવટી ગામે રહેતા 70 વર્ષીય કાનજીભાઈ લવજીભાઈ દલવાડી હળવદથી ધાંગધ્રા આવવાની બસમાં બેઠા હતા. ત્યારે ધાંગધ્રા હળવદ રોડ બ્રીજ પાસે જડેશ્વર બસ સ્ટેન્ડ પાસે ઉતરીને પુનિતનગર વિસ્તારમાં બિહારીના દવાખાને જવા નીકળ્યા હતા.

ત્યારે તેમની પાસે એક ઇક્કો કરાવી વૃદ્ધને ક્યાં જવું છે. એમ પુછતા તેમણે કીધું કે બિહારીના દવાખાને જવું છે. ત્યારે કાર ચાલકે જણાવ્યું કે અમે પણ ત્યાં જાય છીએ બેસી જાવ તમને ઉતારી દેશુ આથી કાનજીભાઈ દલવાડીને બેસાડી અંદર બેઠેલા ત્રણ શખ્શોએ વૃદ્ધ પાસે રહેલા 70 હજાર રૂપિયા લુટી લીધા હતા. અને વૃધ્ધને રસ્તામાં ઉતારી પલાયન થઈ ગયા હતા. આ બનાવ અંગે ધ્રાંગધ્રા સીટી પોલીસને જાણ કરતા પીએસઆઇ ખરાડી સહિત સ્ટાફ ઘટના સ્થળે આવ્યા હતા. અને આસપાસના સીસીટીવીના ફૂટેજની તપાસ હાથ ધરી ઇકો કાર ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો