ઊર્જા મંત્રીનું નિવેદન:રાજ્યના તમામ ખેડૂતોને વીજ કનેકશન અપાશે, સરકાર દ્વારા પેન્ડિંગ અરજીનો તાત્કાલિક નિકાલ કરાશે

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા ખાતે પીજીવીસીએલની વર્તુળ કચેરીનું ઉદ્દઘાટન ઉર્જામંત્રી સહિતના લોકોની ઉપસ્થિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે વીજ કનેક્શનની માગણી કરનાર તમામ ખેડૂતોને આગામી દિવસોમાં વીજ કનેક્શન આપી દેવામાં આવશે. ધ્રાંગધ્રા ખાતે 125 વર્ષ જૂની બિલ્ડિંગમાંથી નવી બનાવામાં આવેલી છે. ધ્રાંગધ્રા વિભાગ્ય પીજીવીસીએલની નવી કચેરીનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેનું લોકાર્પણ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુજપરા, ધારાસભ્ય પરસોતમભાઇ સાબરિયા, પીજીવીસીએલના એમ.ડી. શીવહરે, ચીફ એન્જિનિયર જાડેજા, સુરેન્દ્રનગર વિભાગ્ય કચેરી ઈજનેર માકસણા, ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીના કાર્યપાલ ઈજનેર જે.બી. ઉપાધ્યાય, સીટી નાયબ ઈજનેર ધર્મેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા અને ભાજપના સંગઠનનાં હોદેદારો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રામ્ય વિસ્તારના ઈજનેર બરાડ અને પીજીવીસીએલના સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...