દારૂ જપ્ત:ધ્રાંગધ્રાના સોલડીમા શાળાના બંધ મકાનના ધાબામાંથી દારૂ ઝડપાયો

ધ્રાંગધ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોલડીમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો દારૂનો જથ્થો અને મુદામાલ. - Divya Bhaskar
સોલડીમાંથી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો દારૂનો જથ્થો અને મુદામાલ.

ધ્રાંગધ્રા-કચ્છ ફોરલેન હાઈવે પર સોલડી ગામે આંગણવાડી પાસે શાળાના બંધ મકાનના ધાબા પરથી આરોપી દ્વારા દારૂ ઉતાર્યાની એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ પાડી હતી. જેમાં જુદીજુદી બ્રાન્ડની નાની મોટી બોટલ રૂ. 1.09 લાખની કિંમતની 500 નંગ બોટલ મળી આવી હતી. ફરાર આરોપી સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ધ્રાંગધ્રા-કચ્છ-અમદાવાદ ફોરલેન હાઈવે પર આવેલા સોલડી ગામે દારૂ અંગેની બાતમીને લઈને એલએલસી પીઆઈ એમ.ડી.ચૌધરીની સૂચનાથી પીએસઆઈ વી.આર જાડેજા, એન.ડી. ચુડાસમા, નીકુલસિંહ, કુલદીપસિંહ, સંજયભાઈ પાઠક અને સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. ત્યારે સોલડીમા આંગણવાડીના મકાન પાસે આવેલી શાળાના બંધ મકાનના ધાબા પર પરથી નાની-મોટી રૂ. 1.09 લાખની કિંમતની 500 નંગ બોટલ મળી આવી હતી. આ બનાવના આરોપી ભરતભાઈ તળશીભાઈ રેવર સામે તાલુકા પોલીસમા એલસીબીના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલાએ પ્રોહીબીશન અંગેનો ગુનો નોંધી તાલુકા પોલીસ હવાલે કરતા તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...