તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ધ્રાંગધ્રાના યુવાન પાસે 50 હજાર લઈ લગ્ન કરાવ્યા બાદ ટોળકી છૂ થઈ ગઈ

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્નની લાલચ આપી ઠગાઇ કરતી ટોકળી સક્રિય બની

ધ્રાંગધ્રા પંથકમાં લગ્નની લાલચ આપી ઠગાઇ કરતી ટોળકી સક્રિય બની છે. આ ટોળકીએ ધ્રાંગધ્રાના હિતેષભાઈ (નામ બદલ્યંુ છે) અને તેના ભાઇને લઞ્ન કરાવી આપવાની અને છોકરી શામળાજી પાસેના ગામ સંબધી હોવાનું જણાવી છોકરી બાબતની વાતો કરી હતી.આથી હીતેષભાઈ સંબંધી સાથે શામળાજી છોકરી જોવા ગયા હતા જ્યાં તેમને 4 છોકરીને બતાવાઈ હતી. બન્ને ભાઈને છોકરી ગમતા એક છોકરીના 50 હજારમાં લગ્નનું કહેતા છોકરીનુ 50 હજારમાં નક્કી કરાયું હતું.

આથી પરિવારજનો લગ્નનું પાકું કરી છોકરીના પરિવારજનો સાથે મો મીઠા કરી ધ્રાંગધ્રા આવી પૈસાની વ્યવસ્થા કરી લઞ્ન નકકી કરાવા માટે લક્ષ્મણભાઈનો સંપર્ક કરી લગ્ન નકકી કરી ધ્રાંગધ્રાથી 50 હજાર રૂપિયા આપી દીધા બાદમા લગ્ન કરવા માટે જાનમા 8-10 લોકો જઈને લગ્ન કરી છોકરીને લઈ આવ્યા હતા. ધ્રાંગધ્રા ખાતે 4-5 દિવસ રહી પછી છોકરીના પરિવારજનો તેડવા આવ્યા તેની સાથે છોકરીને અઠવાડિયા પછી તેડવા આવાનુ જણાવ્યું હતુ.

ત્યારે અઠવાડિયા પછી છોકરી કે તેના પરિવારજનો કે વચેટીયાનો કોઈ અતોપતો મળ્યો ન હતો. આમ છેતરાયાનું જણાતા ફરિયાદ ન કરીએ લોકો ચર્ચાનો વિષય બને અને નાના ગયાં સાથે મજાક બનીએ આબરૂ જાય તે માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...