તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધ્રાંગધ્રા-હળવદ બાયપાસ રોડ પર બેફામ ચાલતા ખાનગી ટ્રાવેલ્સની લગઝરીએ બાઇક લઇને જતા આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયુ હતુ. બાયપાસ રોડ પર વારંવાર બનતી ઘટનાથી લોકો રોષ ભરાઇને એક કલાક સુધી ચક્કાજામ કરતા તંત્રમાં દોડધામ મચી હતી.
ધ્રાંગધ્રા-હળવદ બાયપાસ રોડ પર બેફામ રીતે વાહનો ચલાવવાથી છેલ્લા 1 માસમાં મહિલાઅ સહિત 3 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. ત્યારે બુધવારની સાંજના 5 વાગ્યે બાઇકને ખાનગી લગઝરીના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર આધેડનુ ઘટના સ્થળે મોત થયુ હતુ. જ્યારે આ બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.
અને હાઈવેની બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને લોકોને સમજાવી દુર કરતા એક કલાક બાદ હાઈવે ચાલુ થયો હતો.જ્યારે પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશ પીએમ અર્થે સરકારી દવાખાને મોકલી આપી હતી. જ્યારે બસચાલકને ઝડપી પાડી અકસ્માત અંગે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.