અકસ્માત:ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈવેના રાજગઢ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

ધ્રાંગધ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં સવારનો આબાદ બચાવ, ટ્રકચાલક ટ્રક મુકીને ભાગી ગયો

ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર અવાર નવાર અકસ્માતના બનાવ બને છે. ત્યારે શુક્રવારે સવારે રાજગઢના પાટીયા પાસે પેટ્રોલ પંપની સામે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમા બેઠેલાનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ટ્રકચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો.

ધ્રાંગધ્રા - અમદાવાદ હાઈવે પર શુક્રવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવેના રાજગઢ રસ્તા પાસે પેટ્રોલ પંપ સામે વહેલી સવારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે અકસ્માત સર્જાતા જ ટ્રકચાલક ટ્રક છોડી નાસી ગયો હતો. જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેનું કારણ અકબંધ રહ્યુ હતુ. આ અકસ્માતની ઘટના બનતા આજુબાજુના લોકો દોડી ગયા હતા. અને કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો. ત્યારે કારચાલક દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...