તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ:ધ્રાંગધ્રા વોર્ડ નંબર 6ના હાઉસિંગ વિસ્તારમાં બાવળની સફાઇ કરાઇ

ધ્રાંગધ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા વોર્ડ નંબર 6ના હાઉસિંગ અને મેલડીમાના મંદિર વિસ્તારમાં લાંબા સમયથી સફાઇ અને બાવળની ઝાડીઓનો પ્રશ્ન સતાવી રહ્યો હતો. ત્યારે વિસ્તારના સુધરાઈ સભ્યો અને સેનિટેશન ચેરમેન તેમજ સ્ટાફ દ્વારા તાત્કાલિક સફાઇ કરી વ્યવસ્થા કરતા લાંબા સમય બાદ લોકોની સમસ્યા દૂર થઈ છે.

ધ્રાંગધ્રાના વોર્ડ નંબર 6ના હાઉસિંગ અને મેલડીમાનાના મંદિરના આસપાસના વિસ્તારમાં લાંબા સમયથી ગટરના સફાઇ અને બાવળની ઝાડીની સમસ્યા હતી. વિસ્તારના લોકોને ચોમાસામાં ભારે મુશ્કેલીઓ પડતી અને મચ્છરનો ઉપદ્રવ વધતો હોવાથી આ અંગે વિસ્તારના લોકોએ નગરપાલિકાના સુધરાઈ સભ્ય ગાયત્રીબા રાણા, રફીકભાઈ ચૌહાણ, દક્ષાબેન મકવાણા અને હિરેનભાઇ કાનાબારને રજૂઆત કરી હતી. આથી સુધરાઈ સભ્યો દ્વારા આ અંગે તાત્કાલિક નગરપાલિકાના સેનિટેશનના ચેરમેન મુન્નાભાઈ રબારી, હારૂનભાઈ, હકુભા જાડેજા અને સેનિટેશન સ્ટાફને સાથે રાખી હાઉસિંગ અને મેલડીમાના મંદિર વિસ્તારમાં સફાઈ કરાવી જેસીબી દ્વારા બાવળની ઝાડીઓ દૂર કરવામાં આવી હતી. આમ લાંબા સમયથી પડતર પ્રશ્ન હલ થતા લોકોમાં વિસ્તારમાં લોકોને પડતી મુશ્કેલી દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...