કાર્યવાહી:ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પરથી માટીના આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડાયો

ધ્રાંગધ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર પાસે દારૂ ભરેલી ટ્રક સાથે આરોપીને ઝડપ્યો હતો. - Divya Bhaskar
ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર પાસે દારૂ ભરેલી ટ્રક સાથે આરોપીને ઝડપ્યો હતો.
  • 948 વિદેશી દારૂની બોટલ, 312 બિયરના ટીન મળ્યા

ધ્રાંગધ્રા ડીવાયએસપીની સૂચનાને લઈને સ્કોર્ડ દ્વારા બાતમીના આધારે ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે પર પેટ્રોલિંગમાં હતા. ત્યારે હાઇવે પર આવેલ એક હોટેલ પાસે શંકાસ્પદ ટ્રક જોવા મળતા ટ્રકને ઉભી રાખવાનું કહેતા ચાલકે ટ્રક મારી મૂકી હતી. પોલીસે પીછો કરતા આરોપી ટ્રક મૂકી ભાગવા જતા તેને પકડીને ટ્રકની તલાસી લીધી હતી. ટ્રકમાં રહેલ માટીની અંદર વિદેશી દારૂની 948 બોટલ, 312 બિયર સહિત કુલ 2.91 લાખનો દારૂ અને ટ્રક સહિત કુલ રૂ. 12.91 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

ડીવાયએસપી સ્કોર્ડના મયુરભાઈ ચાવડા, દશરથભાઈ ધાધર, અજીતસિંહ ડોડીયા અને સ્ટાફને બાતમી મળતા ધ્રાંગધ્રા અમદાવાદ હાઈ-વે પર પેટ્રોલિંગમાં હતો. ત્યારે હાઇ-વે પરની હોટલ પાસે શંકાસ્પદ ટ્રક નીકળતા તેને ઉભી રાખવાંનુ કહેતા ટ્રકચાલકે પોલીસને જાઈને ટ્રક મારી મૂકતા પોલીસ ટ્રકનો પીછો કરી અને હરીપર ગામ પાસે ટ્રક સાથે કુલદીપસિંહ હનુભા વાધેલાને ઝડપી પાડીને ટ્રકની તલાસી લીધી હતી. જેમાં માટીની અંદરથી જુદીજુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી 948 બોટલ, બિયરના 312 ટીન સહિત કુલ રૂ. 2.91 લાખનો દારૂ મળી આવ્યો હતો.

દારૂ અને રૂ. 10 લાખની કિંમતની ટ્રક સહિત રૂ. 12.91નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પૂછપર કરતા દારૂનો જથ્થો આરોપી રાજસ્થાનના વિનોદભાઈ મારવાડી પાસે લાવી અને કચ્છમાં વસીમ નામના શખસને આપવાનો હતો. આ બનાવમાં 1 આરોપીને ઝડપી ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...