તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધ્રાંગધ્રાને હરિયાળું બનાવવા વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરાશે

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના દરેક વોર્ડમાં વૃક્ષારોપણ કરી લોકોમાં જાગૃતા લાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
ધ્રાંગધ્રાના દરેક વોર્ડમાં વૃક્ષારોપણ કરી લોકોમાં જાગૃતા લાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • લોકોમાં જાગૃતિ લાવવા માટે નગરપાલિકા કાર્યક્રમ યોજાશે

દેશમાં પર્યાવરણ જાળવણી માટે ઝુંબેશ શરૂ કરાઇ છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરને હરીયાળુ બનાવવા માટે નગરપાલિકા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં દરેક વોર્ડમાં વૃક્ષારોપણ કરી લોકોમાં જાગૃતા લાવવા માટે કાર્યક્રમો યોજવામા આવે તે માટે બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતુ. ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરી ખાતે બેઠક રાખવામાં આવી હતી. તેમાે જિલ્લા ઉપપ્રમુખ દર્શનાબેન પૂજારા તથા નગરપાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, કારોબારી ચેરમેન ગાયત્રીબા મનોહરસિંહ રાણા, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, ધ્રાંગધ્રા શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પ્રોફેસર જીવણભાઈ ડાંગર, નગરપાલિકા સુધરાઈ સભ્યો, ભાજપના સંગઠનના હોદેદારો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતાં. ત્યાર બાદ શહેરના દરેક વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી વૃક્ષો વાવી તેને જતન કરવા, લોક જાગૃતા લાવવા માટેનુ આયોજન કરી આગામી દિવસોમાં કાર્યક્રમો યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...