ધ્રાંગધ્રા શહેરમાં લાંબા સમયથી ખઢેર હાલતમાં ડેપ્યુટી કલેક્ટરનો બગલો બંધ છે. તેમા સર્કિટ હાઉસ બનાવા માટે પૂર્વમંત્રી દ્વારા મુખ્ય મંત્રી અને માર્ગ મકાન મંત્રીને રજુઆત કરી હતી. તેને ધ્યાનમા લઈને રૂ.3.70 કરોડના ખર્ચે નવા સર્કિટ હાઉસ બનાવવા મંજુરી આપવા આવી છે.
ધ્રાંગધ્રા સર્કિટ હાઉસ નાનુ હોવાથી તકલીફ પડે છે અને જુનુ થઈ ગયુ હોવાથી પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાએ રાજયમાં મુખ્ય મંત્રી અને માર્ગ અને મકાન મંત્રીને રૂબરૂ અને લેખિત નવુ સર્કિટ હાઉસ બનાવાની રજૂઆત કરી અને ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર વર્ષોથી બંધ હાલતમાં ડેપ્યુટી કલેક્ટરના બગલામાં બનાવામા આવે તો વિશાળ જગ્યા હોવાથી પાર્કિંગ સહિત દરક સુવિધા મળે આમ આઈ.કે.જાડેજાની રજૂઆતને લઈને રાજય સરકાર દ્વારા રૂ.3.70 કરોડના ખર્ચે નવા સર્કિટ હાઉસ બનાવા માટે મંજૂર કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.