દુર્ઘટના:ધ્રાંગધ્રાના સતાપરમાં ઝેરી જનાવરે દંશ દેતાં બાળકીનું મોત

ધ્રાંગધ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાડીમાં સુતી હતી ત્યારે સાપ કરડ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સતાપરમાં ઝેરી જનાવરે દંશ દેતા સાત વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં વાડીમાં સૂતેલી પાયલને ઝેરી જાનવરે દંશ દેતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ લઇ જવાતા સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામની સીમ વિસ્તારમાં રહેતા દુલશનભાઈ ગાત્રોડિયા પરિવાર સાથે ગત રાત્રિના ઓરડીમાં સુતા હતા. ત્યારે બાજુમાં સુતેલી તેની સાત વર્ષની પુત્રી પાયલને ઓરડીમાં ઘુસેલા ઝેરી જનાવરે દંશ દેતાં બેભાન થઈ ઢળી પડી હતી.

સારવાર માટે પ્રથમ ધ્રાંગધ્રા બાદ સુરેન્દ્રનગર હોસ્પિટલે બાળકીને લઇ જવામાં આવી હતી. પરંતુ બાળકીની હાલત વધુ ગંભીર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલે લઇ જાતા સારવારમાં તેનુ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક ત્રણ ભાઈ બહેનમાં નાની હતી. જેના અકાળે મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...