108માં પ્રસૂતિ:નારીચાણા ગામની ખેતમજૂર મહિલાને 108માં પ્રસૂતિ કરાવી

ધ્રાંગધ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રાના નારીચાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેત મજૂર મહીલાને પ્રસુતિની પીડા થઇ હતી. આથી 108ની ટીમ દ્વારા નારીચાણા ગામે જઈને મહિલાને 108માં જ ડિલિવરી કરાવી માતા અને બાળક બન્ને ધ્રાંગધ્રા સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના નારિચાણા ગામની વાડી વિસ્તારમા રહેતા મનીષાબેન બદ્રિલાલને પ્રસુતિનો દુખાવો થતા 108ને ડિલિવરી કેસ મળ્યો હતો. ત્યારે તુરંત પાયલોટ કનુભાઈ ગઢવી, ઈએમટી હિનાબેન રાઠોડ વાડી વિસ્તારમાં પહોંચતા મનીષાબેનને પ્રસુતિની ડિલિવરીના દુખમાં પીડાતા હતા.

આથી મનીષાબેનને 108 એમ્બુલન્સમાં લીધી હતા. ત્યારબાદ વાડી વિસ્તારમાંથી હોસ્પિટલ જવા માટે નીકળ્યા અને નારીચાણા ગામથી નીકળતા રસ્તામાં વચ્ચે મનીષાબેનને ડિલિવરીનો અસહ્ય દુખાવો ઉપાડતા વચ્ચે જ મનીષાબેનની ડિલિવરી હિનાબેન રાઠોડે એમ્બુલન્સની અંદર સફળ ડિલિવરી કરવી હતી. અને બાળક તેમજ માતા મનીષાબેનને સારવાર આપતા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ માતા અને બાળકની તબીય સ્વસ્થ હોવાનું જણાય છે. ત્યારે સફળ ડિલિવરી કરાવતા 108 ટીમની કામગીરીને પરિવારજનોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...