ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ડીવાયએસપીના માર્ગદર્શન નીચે દારૂ- જુગાર ઝડપી પાડવા માટેની ઝુંબેશ શરૂ કરી હતી. જેમાં બાતમીના આધારે જેસડા પાસેથી 276 વિદેશી દારૂની બોટલ સાથે બાઇક, કાર સહિતરૂ. 9.21 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે આરોપી કાર મુકી રાતના અંધારામાં ભાગી ગયો હતો.
ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ તાલુકામાં નાસતા ફરતા તેમજ જુગાર અને દારૂ સહિતના ગુનાઓના આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સર્વલેન્સ સ્ટાફ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે જેસડા પાસે દારૂ ભરેલી કાર આવતી હોવાની હકીકત મળી હતી.
આથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેકટર યુ.એલ.વાધેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. એન.ઝાલા, સંજયભાઈ મુધવા, શૈલેષભાઈ, સુરેશભાઈ, ભરતભાઈ, નરેશભાઈ, વિજયસિંહ ઝાલા અને વિજયસિંહ પરમાર સહિત સ્ટાફ વોચમાં હતો. ત્યારે કાર અને બાઈકચાલકે પોલીસને જોઈને કાર અને બાઈક મુકી ભાગી ગયા હતા. પોલીસે તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની 276 બોટલ કિંમત રૂ. 2,21,440 તેમજ બાઈક , કાર સહિત કુલ રૂ. 9,21,440 સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખસો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.