તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધ્રાંગધ્રાને સ્વચ્છ સુંદર બનાવવા આર્મીને સાથે રાખી ઝુંબેશ કરાશે

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃક્ષારોપણ, પ્લાસ્ટિક મુક્તિ માટેના કાર્યક્રમ યોજવામાં આવશે

ધ્રાંગધ્રા શહેરને હરીયાળુ બનાવવા માટે ચોમાસાને લઈને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને પ્લાસ્ટિ શહેર બનાવવા માટે ઝુંબેશ શરૂ કરવા માટે 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન આઈ.કે. જાડેજાની ઉપસ્થિતિમાં આર્મીના ઉચ્ચ અધિકારીઓ અને નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ધ્રાંગધ્રાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શહેરના મુખ્ય માર્ગો, ધ્રાંગધ્રા અમદાવાદ હાઈવે, ધ્રાંગધ્રા- સુરેન્દ્રનગર રોડ, ધ્રાંગધ્રા- હળવદ રોડ, ધ્રાંગધ્રા જોગાસર કુડા રોડ સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજી એને સુંદર બનાવવા ઝુંબેશ ધરવામાં આવશે.

શહેરમાં લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અને શહેરમાં ગંદકી નહીં કરવા માટે એક ઝુંબેશ શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા આર્મીના અધિકારીઓ, આર્મીના જવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ, શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ વગેરે જોડીને ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

દરેક વ્યક્તિ શક્તિ મુજબ શ્રમદાન આપી જોડાશે. ત્યારે આ અંગે આઇ.કે.જાડેજા જણાવ્યું કે મારું શહેર સ્વચ્છ અને સુંદર બનાવવા માટે યોગદાન દેવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, કચરો નહીં ફેંકીને વૃક્ષોનુ વાવેતર કરી તેનું જતન કરવાનો સંકલ્પ લઇને શહેરને સુંદર બનાવવું દરેક સાથે જોડીને એક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં દરેક લોકો જોડાઈ બીજાને જોડી મારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાની ઝુંબેશ શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...