ધરપકડ:ધ્રાંગધ્રાના રાજચરાડીમાંથી જુગાર રમતાં 9 શખ્સ ઝડપાયા

ધ્રાંગધ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 5.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • આરોપીએ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ધ્રાંગધ્રા તાલુકામાં જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની ડીવાયએસપીની સુચનાને લઈને તાલુકા પોલીસ દ્વારા રાજચરાડી ગામની સીમમાં આરોપીની વાડીએ રેડ પાડી હતી. જેમાં જુગાર રમતા 9 શખ્સોને રૂ. 1.41 લાખ રાકડા,1 કાર, 4 બાઇક, 7 મોબાઈલ સહિત રૂ. 5.22 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

ધ્રાંગધ્રામાં જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની સુચનાને લઈને ડીવાયએસપી આર.બી.દેવધા દ્વારા કડક કાર્યવાહી કરવાની સુચના આપતા તાલુકા પોલીસના હિતુભા ઝાલાને બાતમી મળતા તાલુકા પીઆઈ એ.એચ.ગોરી અને સ્ટાફ દ્વારા રાજચરાડી ગામની સીમમાં હસમુખભાઈ ઠાકરશીભાઈ પટેલની વાડીએ રેડ પાડી હતી. આથી પોલીસને જોઈ નાસભાગ મચી ગઈ હતી. ત્યારે આરોપીઓ ભાગવામાં સફળ રહે તે પહેલા પોલીસે જુગાર રમતા રાજચરાડીના હસમુખભાઈ ઠાકરશીભાઈ પટેલ, દાણાવાળાના હાદિકભાઈ ઘનશ્યામભાઈ સંધાણી, મહેશભાઈ ડાયાભાઈ સંધાણી, વસાડવાના જયંતીભાઈ રાઘવજીભાઈ કડીવાર, ભરાડાના મુનેશભાઈ ચમનભાઈ ખાવડીયા, રાજચરાડીના પ્રવિણભાઈ શાન્તીભાઈ ચૌહાણ, દાણાવાળાના અજયસિંહ ભરતસિંહ વાઘેલા,મયુરસિંહ ગંભીરસિંહ વાઘેલા અને શેખપર ગામના પ્રભુભાઈ ભાથાભાઈ ઉગરેજાને ઝડપી લીધા હતા. ઘટના સ્થળેથી રૂ. 1,41,230 રોકડા, 1 કાર, 4 બાઇક અને 7 મોબાઈલ સહિત કુલ 5,22,230 લાખના મુદામાલ જપ્ત કરાયો હતો. આરોપી સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...