તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધ્રાંગધ્રામાં 16ક નેક્શનમાં 9 લાખની વીજચોરી ઝડપાઇ

ધ્રાંગધ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીજીવીસીએલની ટીમોએ 85 રહેણાક મકાનમાં ચેકિંગ હાથ ધર્યુ

ધ્રાંગધ્રા શહેરમાં વહેલી સવારથી ધ્રાંગધ્રા પીજીવીસીએલની 15 ટીમોએ વીજચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમાં અલગ અલગ 85 જેટલા કનેશનોની તપાસ કરીને 16 મકાનમાંથી રૂ.9 લાખની વીજચોરી ઝડપી પાડીને બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

વીજચોરી અંગેની ફરીયાદને લઈને પીજીવીસીએલની વર્તુળ કચેરીના અધીક ઈજનેર એન.સી. ઘેલાણીના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા નવા આવેલા કાયાપલક ઈજનેર જે.બી. ઉપાધ્યાયની સુચનાઓને લઈને શહેરમાં વીજચેકિંગની કાર્યવાહી કરાઇ હતી.

જેમાં પીજીવીસીએલની 15 ટીમોએ નાયબ ઈજનેર, સ્ટાફ સાથેની પોલીસ એક્સ આર્મીમેન દ્વારા શહેરના કાશીકુવા, કસ્બાશેરી, ખારીશેરી, શકરાપા, મોટી શેરી, સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વીજચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવતા ઘરવપરાશના કુલ 85 કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 16 કનેક્શનમાંથી વીજચોરી જણાતા રૂ. 9લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા કાર્યવાહી કરતાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...