સટ્ટો:ધ્રાંગધ્રાના બૈસાબગઢ ગામે IPL પર સટ્ટો રમતાં 7 પકડાયા, 7 લાખનો મુદ્દામાલ જપ્ત

ધ્રાંગધ્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આઈપીએલમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતા 7 ઝડપાયા હતા. - Divya Bhaskar
આઈપીએલમાં સટ્ટાનું નેટવર્ક ચલાવતા 7 ઝડપાયા હતા.
  • સુરેન્દ્રનગરમાં વેબસાઇટથી, લીંબડીમાં ચિઠ્ઠી બનાવી સટ્ટો રમતાં
  • સ્થાનિકની​​​​​​​ મદદથી મહેસાણા, અમદાવાદના બુકીઓ સટો રમાડતા હતા

ધ્રાંગધ્રા બૈસાબગઢ ગામે આવેલા રહેણાંક મકાનની અંદર ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની બાતમીને આધારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરતા સાત જેટલા શખ્સો ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાઈ ગયા હતા. ત્યારે આરોપી પાસેથી 41 મોબાઈલ, લેપટોપ, કાર, રોકડ સહિત સાત લાખનો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી દ્વારા રાજ્યભરમાંથી બુકીઓ પાસેથી કટીંગ લઈ સટ્ટો રમાડતા હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ક્રિકેટની આઇપીએલની ટુર્નામેન્ટ ચાલી રહી છે. દેશભરની સાથે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં સટ્ટો રમાય છે. ત્યારે સામે બૈસાબગઢ ગામે મકાનની અંદર સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા ડીવાયએસપી આર.બી.દેવધાની સૂચનાને લઈને પીઆઈ એ.એમ.ગોરી, મદીનખાન, મગનલાલ અને સ્ટાફ દ્વારા બૈસાબગઢ ગામે મકાનમાં રેડ કરતાં મકાનની અંદર અધતન સાધનો દ્વારા પંજાબ કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના મેચમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા સાત જેટલા શખ્સોને ઝડપાયા હતા. ત્યારે ઝડપાયેલા આરોપી દ્વારા રાજ્યભરમાંથી બુકીઓ પાસેથી કટીંગ લઈને અને મોટા પ્રમાણમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાનુ જાણવા મળ્યું હતું. ત્યારે આરોપી પાસેથીપોલીસ દ્વારા રેડ પાડતા ક્રિકેટનો સટ્ટો રમાડવાના મોટા પ્રમાણમાં સાધનો મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી. આરોપી પાસેથીથી 41 મોબાઇલ, 24 હજાર રૂપિયા રોકડા, ચાર નંગ લેપટોપ, ચાર લેપટોપ ચાર્જર, એક રાઉટર, હેડફોન 2, એક ડોગંલ, એક ઇલેક્ટ્રીક બોર્ડ, ટીવી, કાર સહિત સાત લાખનો મુદ્દામાલ કબજે કરીડપી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇછે.આ આરોપીને છોડાવવા માટે મોટા પ્રમાણમાં રાજકીય આગેવાનો અને ગાંધીનગરથી દબાણ આવ્યાની ચર્ચા જોવા ઉઠી હતી. સટ્ટો રમતા રાજ્યભરમાંથી અનેક વ્યક્તિઓના નામો ખુલ્લા પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડીમાં સટ્ટો રમાડતો ઝબ્બે
સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોવા દરમિયાન સટ્ટા અંગે બાતમી મળી હતી. જૂના બસ સ્ટેન્ડ રોડ પર ચાની દુકાન પાસે આઇપીએલની આરસીબી અને કિગ્સઇલેવન પંજાબની મેચ પર ચિઠ્ઠી બનાવી કેલેન્ડર બનાવી ખેલાડીના રન પર હારજીતનો જુગાર રમાતો ધ્યાને આવ્યો હતો. આથી લીંબડીના ઉટડી ગામના સુભાષભાઇ ઉર્ફે મંગળભાઇ જેસીંગભાઇ કટુડીયાને રોકડા રૂ.9200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.આ કાર્યવાહીમાં એલસીબી પીઆઇ એમ.ડી.ચૌધરી સહિત એલસીબી ટીમ જોડાઇ હતી.

આરોપીના નામ
ધ્રાંગધ્રાના બૈસાબગઢના હસમુખભાઈ મગનભાઈ ગોઠી, અમદાવાદ વસ્ત્રાલના હર્ષદભાઈ પોપટભાઈ વરમોરા, મહેસાણાના પાચોટના અમીતભાઈ ડાયાભાઈ પટેલ, મહેસાણાના અંબલીયાસણના હિતેશભાઈ ચંદ્રકાંતભાઇ પટેલ, મહેસાણાના વીજાપુરના લાડોલ ગામના જીગ્નેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, મહેસાણાના કડીના રાવપુરા ગામના કિરીટભાઈ વશરામભાઈ પટેલ, અને મૂળ રાજસ્થાનના હાલ અમદાવાદના આનંદનગરમાં રહેતા રાજુનાથ ડુગરનાથ જોગાણી સહિત કુલ સાત આરોપી ઝડપાયા હતા.

મેચ દીઠ 50 લાખથી 1 કરોડના સોદાની શક્યતા
7 જેટલા શખસ દ્વારા 1 વ્યક્તિ 6 મોબાઇલ લઇ રાજ્યભરમાંથી બુકીઓ પાસેથી કટિંગ કરી મેચમાં સટ્ટો રમાડતા હતા. દરેક મેચમાં 50 લાખથી 1 કરોડનો સોદા થવાની શક્યતાઓ છે. મોબાઇલની ડિટેલમાંથી અનેક બુકીઓના નામ ખૂલવાની શક્યતા સેવાય રહી છે.

સુરેન્દ્રનગરમાંથી સટ્ટો રમાડતો ઝડપાયો
સુરેન્દ્રનગર સીટી પોલીસે જવાહર ચોકમાં મહાવીર સાડીની દુકાનમાંથી ગુગલક્રોમમાં રાધે એક્સચેન્જ નામની વેબસાઇટના આઇડી પાસવર્ડના આધારે સટ્ટો રમાડતો શખસ ઝડપાયો. આથી ચેતના સોસાયટી સુરેન્દ્રનગરમાં રહેતા આકાશ દોશીને રોકડા, મોબાઇલ સહિત રૂ.47,100ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો.

અન્ય સમાચારો પણ છે...