ધ્રાંગધ્રા સીટી પોલીસ મકરસંક્રાંતિના તહેવારોને લઈને શહેરના વિવિધ વિસ્તારો મેઈન બજારમાં રોમિયોગીરી કરતા બાઈકચાલકોને મેમો આપ્યા હતા. તેમજ નંબર પ્લેટ વગરના બાઇકચાલકો સામે લાલ આંખ કરી નિયમો ભંગ કરનાર વાહન ચાલકોને રૂ. 1300નો દંડ કરીને મેમો આપ્યા હતા. અને 1બાઈક ડિટેન કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધ્રાંગધ્રા સીટી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સુરક્ષાના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરેલી. ધાંગધ્રા સીટી પોલીસ ઇન્ચાર્જ પીઆઈ આર.એમ.સરોદેની સૂચનાથી પીએસ આઈ.એમ.એ.સૈયદ દ્વારા ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ અધિકારી સહિત જવાનો સાથે રાખી શહેરના વિવિધ વિસ્તારો રોમિયોગીરી કરતા વાહન ચાલકોને મેમો આપ્યા હતા.
આ ઉપરાંત નંબર પ્લેટ વગરના બાઇકચાલકોને ડિટેઇન કરી ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી જેવા કે નવયુગ રોડ, શક્તિચોક, શાકમાર્કેટ રોડ, રાજકમલ ચોક, મેન બજાર સહિત વિસ્તારોમાં ફુલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને ટ્રાફિક અડચણ રૂપ સામનો રાખતા વેપારી ઓને કડક હાથ કામગીરી કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી હતી.
ત્યારે પોલીસની કામગીરીને લઈને લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ અંગે ઈન્ચાર્જ સીટી પીઆઈ આર.એમ.સરોદેએ જણાવ્યું કે તેહવારોનેમાં લોકોને અને વેપારીઓને તકલીફનો પડે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલીંગ શરૂ કરી ટ્રાફિક ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.