ધ્રાંગધ્રા માકેટીગયાર્ડમાં ધાણાની મબલક આવક આવતાયાર્ડ છલકાઇ ગયુ હતુ. આથી વેપારીઓએ તાત્કાલીક ખેડૂતોના હીતમા માલ લઈ લેવાની વ્યવસ્થા કરવા કહીયાર્ડ કામગીરી કરવામાં આવી હતી.50 હજાર મણ કપાસ, જીરૂ, રાઇડી, એરંડા સહિત જણશીની આવક થઇ હતી.
ધ્રાંગધ્રા માકેટીગયાર્ડમા ધાણા, કપાસ, જીરૂ, રાઈડો, રાઈ, એરંડા સહિતના માલની મબલખ આવક આવતા યાર્ડ છલકાઇ ગયુ હતુ. આમ યાર્ડમા રેકોર્ડ બ્રેક આવક આવતા વેપારીઓ સાથે ખેડૂતોમાં પણ આનંદ છવાયો હતો.આ અંગે માર્કેટિંગ યાર્ડના વેપારી જયેશભાઈ પટેલ, દાનુભા ઝાલા, બળવતસિહ પઢીયારે જણાવ્યું કે તમામ જણસીમાં ખેડૂત ભાઈઓને ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળી રહે છે. અહીં ખર્ચ પણ ઓછો લાગે છે અને હજી ધાંગધ્રા માર્કેટિંગ યાર્ડ આનાથી પણ વધારે તમામ જણસીની આવક વધશે તેવું જાણવા મળ્યું છે.
અંદાજીત તમામ જણસીની આવક 50 હજાર મણ થી વધુ આવતાયાર્ડ છલકાઇ ગયુ હતું.આ અંગે યાર્ડના ચેરમેન કનકસિહ ઝાલા, વાઈસચેરમેન મનીષભાઈ પટેલ અને સેક્રેટરી કરણસિંહ વાઘેલા એ જણાવ્યું કે યાર્ડમાં આવકમા જંગી વધારો થતા ખેડૂતોને તકલીફ ના પડે તે માટે તાત્કાલીક ખરીદેલો માલ લઇ લેવા માટે વ્યવસ્થા કરી ખેડૂતો વઘુ સુવીધા મળે અને સારા ભાવ મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.