ધરપકડ:ધ્રાંગધ્રાના નારીચાણામાં જુગાર રમતાં 5 શખ્સ ઝડપાયા, 1 ફરાર

ધ્રાંગધ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1,25,000નો મુદ્દામાલ કબ્જે કર્યો
  • હનુમાનજીના​​​​​​​ મંદિર પાછળ આવેલા નદીના પટમાં કાળા ધોળા કુકરા દ્વારા જુગાર રમતા હતા

ધ્રાંગધ્રાના નારીચાણા ગામે આવેલા નદીના પટની અંદર કાળા ધોળાના કુકરા દ્વારા જુગાર રમતા પાંચ શખ્સો તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા. અને તેમની પાસેથી રોકડ 18,000, 4 મોબાઈલ, બે રીક્ષા સહિત રૂ. 1,25,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે આ રેડમાં એક શખ્સ નાસી છૂટ્યો હતો.

ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે સુપ્રસિદ્ધ હનુમાનજીનું મંદિર આવેલું છે. અને શનિવારના રોજ લોકોની દર્શન કરવા માટે ભીડ જામે છે. ત્યારે આ ભીડનો લાભ લઈને અમુક તત્વો દ્વારા મંદિર પાછળ આવેલા નદીના પટમાં કાળા ધોળા કુકરા દ્વારા જુગાર રમાડતા હતા. આ અંગેની ધ્રાંગધ્રા તાલુકા પોલીસને બાતમી મળતા કેસરી મદીનખાન, વીરપાલસિહ. મહિપાલસિંહ, નિલેષભાઈ, પ્રતાપસિહ અને શોયબભાઈ દ્વારા વોચ ગોઠવી રેડ પાડી હતી. જેમાં કાળા ઘોળા કુકરા નો જુગાર રમાડતા ઈરફાન ભાઈ મુસાભાઈ લોધા, મુસાભાઈ અલીખાન લોધા, રસીદખાન હસનખાન, ગોપાલભાઈ મંગાભાઈ ઠાકોર, મહમદ રફીકભાઈ કાજીને ઝડપી લીધા હતા. જયારે એક આરોપી ફરાર થઇ ગયો હતો. રેડના બનાવ સ્થળેથી રૂ. 18,000ની રોકડ, 4 મોબાઇલ, બે રીક્ષા, 2 ટેબલ સહિત કુલ 1,25,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સામે ધાંગધ્રા સીટી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ પોલીસે તપાસ ચલાવી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...