કાર્યવાહી:ધ્રાંગધ્રા પાલિકા દ્વારા ફાયર સેફ્ટીને લઈને 5 સરકારી સ્કૂલને સીલ કરાઈ

ધ્રાંગધ્રા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દીવસોમાં વધુ કાર્યવાહી કરવામાં આવશે

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી નહી લેતા અગાવ 4 સ્કૂલોના નળ કનેક્શન કાપી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સ્કૂલના સંચાલકો દ્વારા કાર્યવાહી નહીં કરાતા 5 સરકારી સ્કૂલો સિલ કરાતા ચકચાર ફેલાઇ હતી.દેશમાં સ્કૂલો, હોસ્પિટલો, બિલ્ડિંગો, કોમ્પલેક્સમાં આગની દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટના કડક કાર્યવાહી કરવાની આદેશને લઈને નગરપાલિકા દ્વારા અગાઉ ડોક્ટરો, સ્કૂલો, બિલ્ડિંગો, કોમ્પલેક્સ સહિતનાને નોટિસો આપી હતી.

ત્યારે ફાયર સેફ્ટીની કામગીરી નહીં કરાવતા ધ્રાંગધ્રા નગરપાલિકા ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, જગદીશસિંહ જાડેજા, ભૂપતભાઈ, વી.ડી. વાઘેલા દ્વારા સર અજીતસિંહ હાઈસ્કૂલ, આઈટીઆઈ અને અન્ય 3 સરકારી શાળાઓને સિલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હદતી. ત્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસર રાજુભાઈ શેખે જણાવ્યું કે ફાયર સેફ્ટીને લઇને 5 સ્કૂલને સિલ કરવામાં આવી. આગામી દિવસોમાં ફાયર સેફ્ટી કામગીરી નહીં કરવાનાર સામે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...