દુર્ઘટના:ધ્રાંગધ્રાના હર્પર પાસે 42 વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાશાઈ, 7 ગામના લોકોને પાણીની મુશ્કેલી

ધ્રાંગધ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરીપર ગામ પાસે 42 વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાશાયી. - Divya Bhaskar
હરીપર ગામ પાસે 42 વર્ષ જૂનો પાણીનો ટાંકો ધરાશાયી.
  • પાણી પુરવઠાના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઇ પાણીની વ્યવસ્થા હાથ ધરી

ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે આવેલા પાણીના ટાંકામાંથી આસપાસના 7 ગામોને પાણી પૂરું પડાતું હતું. આ 42 વર્ષ જૂનો પાણીનો ટાંકો ધારાશાઇ થઇ ગયો હતો. આથી 7 ગામના લોકોને પાણી સમસ્યા સર્જાતા પાણી પુરવઠા વિભાગના અધીકારીઓ ઘટનાસ્થળે દોડી જઈને ગામોને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરી હતી.

ધ્રાંગધ્રાના હરીપર ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો ટાંકો બનાવીને આસપાસના હરીપર, રાજગઢ, દુદાપુર, હીરાપુર, ગાળા, માનપુર, વસાડવા સહિત આસપાસના ગામોને પાણી પહોચાડવામાં આવતું હતું.

ધ્રાંગધ્રા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર જે.ડી. કટોસણા અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આસપાસના ગામના લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી.

નવો ટાંકો બનાવવાની મંજૂરી મળી ગઈ છે
આ ટાંકો નવો બનાવવા અગાઉથી મંજૂરી મળી ગઈ, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પાણીની મુશ્કેલી ન પડે માટે ડાયરેક્ટર લાઈન જોઈન્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. - જે.ડી.કટોસણા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર

અન્ય સમાચારો પણ છે...