કેમેરા ચાલુ કરવા માગ:ધ્રાંગધ્રામાં 2 વર્ષ પહેલાં નાખેલા 4.50 લાખના 30 CCTV બંધ

ધ્રાંગધ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા શહેરમાં લોકભાગીદારીથી શહેરમાં અલગ અલગ જગ્યાએ શહેરની સુરક્ષા માટે 2 વર્ષ પહેલાં નાખવામાં આવેલા કેમેરા બંધ થય ગયા છે. ત્યારે શહેરની સુરક્ષા માટે નાંખેલા કેમેરા ચાલુ કરવા જોઈએ તેવી લોક માગણી ઊઠી છે.

ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા શહેરની સુરક્ષા માટે શહેરના વેપારીઓ વિવિધ એસોસિએશન અને ઉદ્યોગગૃહો પાસેથી 2 વર્ષે પહેલા અંદાજે 4.50 લાખ રૂપિયાનું ભંડોળ ઊભુ કરી શહેરના ગ્રીન ચોક, રાજકમલ ચોક, રોકડિયા હનમાન સર્કલ, સુરેન્દ્રનગર સર્કલ, સોની બજાર, મુખ્ય બજારો અને હળવદ રોડ સહિત શહેરમાં 30 જેટલા આધુનિક કેમેરા નાખવામાં આવ્યા હતા. અને ગુનાખોરી ઉકેલવામાં કેમેરા ઉપયોગી અને કેમેરાની નજર રહે તેવા ઉમદા હેતુથી કેમેરા નાખવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લાં લાંબા સમયથી મોટાભાગના કેમેરા બંધ હાલતમાં છે. અને શહેરની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. ત્યારે શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા શરૂ કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે.

આ અંગે રાજેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું કે શહેરમાં નાખવા આવેલ કેમેરા ફરી ચાલુ કરવામાં આવે તો ગુનાખોરી અટકે તેથી સીસીટીવી કેમેરા ચાલુ કરવા જોઈએ તેવી લોક માગણી ઊઠી છે. આ અંગે ધ્રાંગધ્રા સીટી પીઆઇ એસ.એમ. સોલંકીએ જણાવ્યું કે સીસીટીવી કેમેરા બંધ થઈ ગયા છે અને વેપારીઓ સાથે બેઠક કરી આ કેમેરા ફરી ચાલુ કરવામાં આવશે.

કેમેરાને કારણે ગુનાખોરી ઘટી હતી
ધ્રાંગધ્રામાં બજારોમાં સીસીટીવી કેમેરા ન હતા ત્યારે લુખ્ખા તત્વો હથિયારો સાથે બજારમાં નીકળતા હતા. પરંતુ કેમેરા નાખવામાં આવતા તે સીસીટીવી કેમેરાના ડરને લઈને આવા તત્ત્વો નીકળતા બંધ થયા અને ચોરી સહિત ગુનાને ઉકેલવા મદદરૂપ સીસીટીવી કેમેરા બને છે.

અન્ય સમાચારો પણ છે...