કૉંગ્રેસના ઉમેદવાર:3 દિવસ પહેલાં ભાજપ છોડ્યો કૉંગ્રેસે ધ્રાંગધ્રાની ટિકિટ આપી

ધ્રાંગધ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પપ્પુભાઈ ગુજરિયા - Divya Bhaskar
પપ્પુભાઈ ગુજરિયા
  • છત્રસિંહ ઉર્ફ પપ્પુભાઈ ગુજરિયા કૉંગ્રેસના ઉમેદવાર
  • વરમોરાને ટિકિટ મળતાં ઠાકોર આગેવાન નારાજ હતા

કૉંગ્રેસે સુરેન્દ્રનગર જિલ્લાની એક માત્ર બાકી બેઠકના ઉમેદવાર જાહેર કરી સૌને ચોંકાવી દીધા છે. પક્ષે ઠાકોર અગ્રણી છત્રસિંહ ઉર્ફ પપ્પુભાઈ ગુજરિયાને ટિકિટ આપી છે. ભાજપે ધ્રાંગધ્રામાં મોરબીના ઉદ્યોગપતિ અને પાટીદાર અગ્રણી પ્રકાશ વરમોરાને ઉમેદવાર જાહેર કરતાં છત્રસિંહ નારાજ થયા હતા. પોતાને ટિકિટ ન મળવાને કારણે 3 દિવસ પહેલાં જ તેમણે સમર્થકો સાથે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને કૉંગ્રેસે ધ્રાંગધ્રાની ટિકિટ આપી છે. ધ્રાંગધ્રામાં હવે પાટીદારો અને ઠાકોર ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણીજંગ જામશે, તેવી ચર્ચા પક્ષોમાં થઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મોટી માલવણ બેઠકના સભ્ય છત્રસિંહ ઉર્ફે પપ્પુભાઈ ગુજરિયા ઠાકોરનું ધ્રાંગધ્રા અને હળવદ વિસ્તારોમાં બહોળું પ્રભુત્વ છે ત્યારે ચુંવાળિયા કોળી ઠાકોર સમાજના મત તેમને મળે, તેવી શક્યતા રાજકીય પંડીતો જોઈ રહ્યા છે. મહત્ત્વની બાબત છે કે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ 5 બેઠક પર ભાજપ કે આમ આદમી પાર્ટીએ એક પણ ચુંવાળિયા કોળી‌ ઠાકોરને ટિકિટ આપી નથી.

આથી ભાજપ છોડીને કૉંગ્રેસમાં જોડાયેલા પપ્પુ ઠાકોરને ધ્રાંગધ્રામાં ટિકિટ મળતાં ચુંવાળિયા કોળી ઠાકોર સમાજનો કૉંગ્રેસ તરફી ઝોક રહે, તેવી ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. પક્ષમાં જોડાયાના 3 દિવસમાં જ ગુજરિયાને ટિકિટ મળતાં પાટીદાર અને ઠાકોર વચ્ચે સીધો ચૂંટણીજગ જામશે. હાલ તો બંનેના પ્રચારમાં ગરમાવો આવશે.

અન્ય સમાચારો પણ છે...