જુગાર:ધ્રાંગધ્રાના જીવા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતાં 3 ઝડપાયા, 3 ફરાર

ધ્રાંગધ્રા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા તાલુકામાં જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવાની ડીએસપીની સૂચનાને લઈને એલસીબીએ પોલીસ દ્વારા જીવા ગામે રહેણાક મકાનમા રેડ પાડી હતી. જેમાં જુગાર રમતા 3 શખસને રૂ. 1.49 લાખ રોકડા, 3 મોબાઈલ સહિત રૂ.1.53 લાખના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે 3 ફરાર થઇ ગયા હતા.

ધ્રાંગધ્રા તાલુકામાં જુગારની પ્રવૃત્તિ સામે ડીએસપી મહેન્દ્ર બગડિયા દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા એલસીબી પીઆઈ એમ.ડી. ચૌધરી અને એન.ડી.ચુડાસમા, કુલદીપસિંહ, સંજયભાઈ પાઠક સહિતના સ્ટાફ દ્વારા જીવા ગામે આરોપીના ઘરે રેડ પાડતા પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે આ રેડમાં સંપતસિંહ દીલુભા ઝાલા, રસીકભાઇ નાથાભાઈ સોરીયા અને દિનેશભાઈ નાથાભાઈ આહજોરીયાને ઝડપી પાડયા હતા. જ્યારે જુગારના સ્થળ પરથી ક્રીપાલસિહ બટુકસિહ ઝાલા, જેરામ ઉર્ફે સીતારામ દલવાડી અને અમીતગીરી ઉર્ફે ભુરો સાથે આવેલો શખસ ભાગવામાં સફળ રહ્યા હતા. આ રેડમાં ગંજીપાનાનો જુગાર રમતા રોકડ રૂ. 1.49 લાખ, 3 મોબાઈલ સહિત કુલ રૂ.1.53 લાખનો મુદામાલ ઝડપી આરોપી સામે તાલુકા પોલીસમાં જુગાર અંગેનો ગુનો નોંધી તાલુકા પોલીસના હવાલે કરાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...