સમૂહલગ્ન:ધ્રાંગધ્રાના રણેશીમાના મંદિરે સમૂહલગ્નમાં 21 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

ધ્રાંગધ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાના રણેશીમાતાજીના મંદિરે સમૂહલગ્નમાં 21 નવદંપતીના લગ્નમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. - Divya Bhaskar
ધ્રાંગધ્રાના રણેશીમાતાજીના મંદિરે સમૂહલગ્નમાં 21 નવદંપતીના લગ્નમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ધ્રાંગધ્રાના રેલવે સ્ટેશન ખાતે આવેલા રણેશીમાતાજીના મંદિરે દર વર્ષની જેમ ભુવાજી દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે 21 નવદંપતીના સમૂહલગ્ન યોજાયા હતા. ત્યારે મોટી સંખ્યામાં સંતો-મહંતો, આગેવાનો અને લોકો ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

ધ્રાંગધ્રા શહેરના રેલવે સ્ટેશન પાસે રણેશીમાતાજીનુ મંદિર આવેલું છે. ત્યારે મંદિરના ધીરૂભાઈ ભુવા દ્વારા દર વર્ષે અનુસૂચિત જાતિના સમૂહલગ્ન યોજવામાં આવે છે. આ સમૂહલગ્નમાં 21 નવદપતીના લગ્ન યોજાયા હતા. ત્યારે નવદંપતીને આશીર્વાદ આપવામાં માટે સંતો-મહંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને રણેશીમાતાજીના મંદિરના ધીરૂભાઈ ભુવાને સમૂહલગ્નનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા.

રાત્રીના દાંડિયા-રાસ અને ડાયરાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મજા માણી હતી. આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે રણેશીમાતાજીના મંદિરના ધીરૂભાઈ ભુવાના માર્ગદર્શન નીચે મંદિરના પંચો, ભકતો અને યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...