મહાયજ્ઞ:ધ્રાંગધ્રા રોકડિયા હનુમાન મંદિર ખાતે 21 હવન કુંડી અને યજ્ઞ યોજાયો

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 108 હનુમાન ચાલીસાના પાઠ પણ યોજવામાં આવ્યા

ધ્રાંગધ્રાના રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સવારે હનમાનજી દાદાને ધજા ચઢાવવામાં આવી હતી. આ સાથે 21 કુંડી મહાયજ્ઞ સાથે અખંડ રામધૂન, 108 હનુમાન ચાલીસાના પાઠ કરાયા હતા. મોટી સંખ્યામાં ભક્તો દ્વારા મહાપ્રસાદ તેમજ મહા આરતીનો લાભ લીધો હતો.

ધ્રાંગધ્રામાં આવેલા સુપ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિર ખાતે 21 કુડી યજ્ઞ યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે 108 અખંડ હનુમાન ચાલીસા તેમ જ રામધૂનના નાદ સાથે સમગ્ર રોકડિયા હનુમાન મંદિર પ્રાંગણ જય શ્રીરામ જય શ્રીરામના નાદથી ગૂંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેર તથા ગ્રામ્યમાંથી હરિભક્તો જોડાયા હતા.

ત્યારે મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ત્યારે રામધૂનનો અને હનુમાન ચાલીસાનો કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો અને લોકો જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંદિરના પૂજારી અને રોકડિયા હનુમાન મંત્રી મંડળના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...