ધ્રાંગધ્રા બગીચા રોડ પર 2 ક્ષત્રીય યુવાન પર મિયાણા શખસો દ્વારા છરી વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી. 1 ઘાયલ યુવાનને સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે એક યુવાનને પ્રાથમિક સારવાર આપી રજા અપાઈહતા. બનાવને લઈને મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો દોડી ગયા હતા. ધ્રાંગધ્રાના બગીચા રોડ પર ઉનાળાને લઈને લોકો હરવા ફરવા માટે મોટી સંખ્યામાં આવે છે.
અહીં અમુક લુખ્ખા તત્વો બેફામ મોટરસાયકલ લઈને નીકળે છે આવા તત્વો ત્રાસ વધ્યો છે. ત્યારે સાંજના સમયે હર્ષદીપસિંહ ઝાલા અને હરકીશનસિંહ ઝાલા યુવાન સાથે 2 માપ ત્રણ સવારી લઈને નીકળેલા મોટર સાયકલ ચાલક મિયાણા શખસો બોલાચાલી કરી હતી. અને બાદમા અન્ય શખ્સોને બોલાવી બને ક્ષત્રીય યુવાન પર છરી વડે હુમલો કરતા અન્ય લોકો દોડી આવતા હુમલો કરી આરોપી ભાગી ગયા હતાં.
આ બનાવને લઈને બન્ને ઈજાગ્રસ્ત યુવાનને દવાખાનામાં સારવાર માટે ખસેડાયા. આ બનાવની જાણ થતા ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો દોડી ગયા હતા. આ બનાવને લઈને પોલીસ ધટના સ્થળે દોડી આવી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.