સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર દ્વારા ચાઈનીઝ દોરી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આથી જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના તાલુકા પોલીસ ઇન્સ્પેકટર યુ.એલ.વાધેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એન.ઝાલા, સંજયભાઈ મુધવા, સૈલેષભાઈ, સુરેશભાઈ, ભરતભાઈ, નરેશભાઈ, વિજયસિંહ ઝાલા અને વિજયસિંહ પરમારસહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.તે સમયે મળેલી ચોક્કસ બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે ચાઈનીઝ દોરી ના જથ્થા સાથે બળદેવભાઈ બિજલભાઈ નાગડેકીયા તથા દિપકભાઈ શૈલેષભાઈ ધાગાણીને ઝડપી પાડ્યા હતા. આ બંને સખ્સો વિરુદ્ધ કલમ 188 મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચાઇનીઝ દોરા સહિતનું વેચાણ જણાય તો 100 નંબર પર ફરિયાદ કરો
સુરેન્દ્રનગર | ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. જેનું પાલન કરાવવા સરકાર દ્વારા કાર્યવાહી હાધ રાઇ છે. જેના માટે 100 નંબર જાહેર કરી લોકોને જાણ કરવા અપીલ કરાઇ છે. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષીને નુકસાન થતુ હોય છે. આથી સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. જેનું ચૂસ્તપણે પાલન થાય તે હેતુથી સરકાર દ્વારા સમગ્ર પોલીસ તંત્ર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને સૂચનાઓ અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.