તપાસનો ધમધમાટ:સોલડી ગામે સોલાર પ્લાન્ટમાં ચોરી કરનારા 2 આરોપી ઝડપાયા

ધ્રાંગધ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોરીના બનાવમાં વધુ 2 આરોપીના નામ ખૂલ્યા

ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે સોલારની ચોરીના બનાવ બન્યો હતો. આ બનાવમા પોલીસે વઢવાણ તાલુકાના બે આરોપીઓને રૂ. 1.28 લાખની કિંમતના ચોરીના 171 કિલો વાયર સાથે ઝડપી લીધી હતા. અને 2 વધુ આરોપીઓના નામ ખૂલ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામે આવેલા સોલાર પ્લાન્ટમાં કોઈ શખ્સો લાખ્ખો રૂપિયાનો કેબલ ચોરી ગયાની થોડા દિવસ પહેલા ફરીયાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અને પોલીસે બનાવ બન્યાના બે દિવસમાં જ આ ચોરી અંગે વઢવાણ તાલુકાના વેળાવદરના દશરથ દાજીભાઈ ઝેઝરીયા અને તેને મદદગારી કરનારા કરસન ઉર્ફે કશો રામજીભાઈ થરેસાને રૂ.1.28 લાખની કિંમતના ચોરીના 171 કિલો વાયર સાથે ઝડપી લીધા હતા.

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ બનાવમાં વપરાયેલી રૂ. 3,00,000 ની કાર, રૂ.7,000નો મોબાઈલ પણ કબ્જે કરીને ફરાર આરોપીઓ નિલેશ મનસુખભાઈ અને મહેશભાઈને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં તો સોલાર પ્લાન્ટમાં ચોરી કરનારા બે આરોપીને તાલુકા પોલીસે ઝબ્બે કરી આ કેસના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...