આરોગ્ય તંત્ર દોડતુ:ધ્રાંગધ્રામાં 16 વર્ષની યુવતીનું ડેન્ગ્યુથી મોત

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા સમયથી સરકારી દવાખાનામાં રોજના 200થી 300 દર્દીની ઓપીડી

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ ચિકનગુનિયા સહિત મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે. જેના કારણે દિવસે દિવસે દર્દીઓની સંખ્યા વધવા પામી રહી છે. ત્યારે ધ્રાંગધ્રાની યુવતીનું ડેન્ગ્યુના કારણે અવસાન થતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું.

ધ્રાંગધ્રા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જેમાં શરદી ઉધરસ અને તાવ એમ વાઈરલ ઈફેકશનના દર્દીનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે મચ્છરનો ઉપદ્વવ વધતા ડેન્ગ્યુ ચિકનગુનિયાના કેસોનો વધારો જોવા મળી રહ્યો છે. સરકારી તથા ખાનગી દવાખાના દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આથી સરકારી દવાખાના થોડા સમય રોજના બસોથી ત્રણસો દર્દીઓની ઓપીડી પહોંચી જાય છે.

આ અંગે ખાનગી લેબોરેટરીના સંચાલકે નામ નહી આપવાની શરતે જણાવ્યું કે રોજ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પોઝિટિવ કેસો થોડા સમયથી વધારે જોવા મળી રહ્યા છે. જ્યારે ડેગ્યુને લઈને ધ્રાંગધ્રામાં રહેતી 16 વર્ષની યુવતીનુ મોત થયું હતું. આ અગાઉ 4 દર્દીના મોત થયા છે. આમ યુવતીનામોતને લઇ આરોગ્ય તંત્ર દોડતુ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...