વીજચોરી:ધ્રાંગધ્રાના રાજસીતાપુર, બાવળિયા વિસ્તારમાંથી 16 લાખની વીજચોરી ઝડપાઇ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજિલન્સની 15 ટીમ ચેકીંગ હાથ ધર્યું

ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં ગુરુવારની વહેલી સવારથી ધ્રાંગધ્રા વિજિલન્સ 15 ટીમે રાજસીતાપુર અને બાવળીમાં વીજચેકિંગ કામગીરી હાથ ધરી હી. જેમાં અલગ અલગ 361 જેટલા કનેક્શનની તપાસમાં 55માં વીજચોરી જણાતા રૂ.16 લાખની વીજચોરી ઝડપી પાડીને બિલ ફટકારવામાં આવ્યા હતા.

પીજીવીસીએલની વર્તુળ કચેરીના અધીક ઈજનેર એન.સી.ઘેલાણીના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા નવા આવેલા કાર્યપાલક ઈજનેર જે.બી.ઉપાધ્યાયની સૂચનાઓને લઈને ગ્રામ્ય વિસ્તારમા વિજિલન્સની 15 ટીમે નાયબ ઈજનેર સ્ટાફ સાથેની પોલીસ એક્સ આર્મીમેન દ્વારા રાજસીતાપુર અને બાવળી વિસ્તારમાં ગુરુવારની વહેલી સવારથી વીજચેકિંગ કામગીરી શરૂ કરાઈ હતી.

જેમાં ઘરવપરાશ, કોમર્શિયલ, ખેતી અને ઈન્ડસ્ટ્રિયલના કુલ 361 કનેક્શન ચેક કરાયા હતા. ત્યારે 55 કનેક્શનમાં વીજચોરી જણાતા 16 લાખનું બિલ ફટકારવામાં આવ્યા હતા. જ્યારે વીજચોરી કરતાં તત્વો સામે કાર્યવાહી કરતાં ફફડાટ ફેલાયો હતો.આ અંગે કાર્યપાલ ઈજનેર જે.બી.ઉપાધ્યાયએ જણાવ્યું કે વીજચોરી કરતા તત્વો સામે કોઈની શેહસરમ રાખ્યા વગર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને ચેકિંગની કામગીરી ચાલુ રહશે.

અન્ય સમાચારો પણ છે...