કાર્યવાહી:ધ્રાંગધ્રામાં ટ્રાફિક ભંગ બદલ 15 વાહન ડિટેઇન : 65 લોકોને દંડ

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 15 વાહન ડિટેઇન કર્યાં હતા. - Divya Bhaskar
ધ્રાંગધ્રા શહેરમાં પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 15 વાહન ડિટેઇન કર્યાં હતા.
  • DySP, PI દ્વારા ટ્રાફિક સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી

ધ્રાંગધ્રા શહેરમાં મેઈન બજાર અને વનવે રોડ પર ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઈને શનિવારે ડીવાયએસપી અને પીઆઈ દ્વારા શહેરમાં ટ્રાફિક અડચણરૂપ 15 વાહન ડિટેઇન કરવામાં આવ્યા અને 65 લોકોને રૂ. 6500નો દંડ ફટકારવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.ધ્રાંગધ્રા શહેરમાં આડેધડ વાહન પાર્કિંગ અને રોડ અડચણ રૂપ લારીઓ ઊભી રહેતી હોવાથી શહેરના રાજકમલ ચોક, શકિતચોક, નવયુગ રોડ, શાકમાર્કેટ રોડ, ઝાલા રોડ, બાભાશેરી, રોકડિયા હનુમાન સર્કલ, હળવદ રોડ બાઈપાસ, મેઈન બજારમાં ટ્રાફિકની ભારે સમસ્યાને લઈને લોકો પરેશાન હતા.

ત્યારે શનિવારે ડીવાયએસપી જે.ડી.પુરોહિતની સૂચનાને લઈને સીટી ઈન્ચાર્જ પીઆઈ એસ.બી. સોલંકી દ્વારા જાતે શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે નીકળી કોઈની શેહસરમ રાખ્યા વગર ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગ કરેલા 8 બાઇક, 4 રિક્ષા, 2 છકડા અને 1 કાર સહિત 15 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ટ્રાફિક ભંગ કરતા 65 લોકોનેર ૂ. 6500 દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ સીટી પોલીસ દ્વારા લાંબા સમય બાદ ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. અને શહેરના વેપારી અને લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...