તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોખમ બેવડાયું:ધ્રાંગધ્રામાં મ્યુકોર માઇકોસીસના 15 કેસ : 2 દર્દીનું મૃત્યુ

ધ્રાંગધ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રાંગધ્રા પંથકમાં કોરોનાનો કેર માંડ ઓછો થયો છે ત્યાં કોરોનાના દર્દીઓમાં આંખ અને નાકમાં ઇન્ફેક્શનથી ફેલાતો મ્યુકોર માઇકોસીસ લાગુ થવા માડતાં લોકોમાં ભય ફેલાયો છે. ધ્રાંગધ્રા વિસ્તારમાં આ રોગના 15 કેસ સામે આવ્યા છે જ્યારે અમદાવાદ અને રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવેલા આ રોગના 2 દર્દીનાં મોત થયાં છે.ધ્રાંગધ્રા પંથકમાં કોરોના કેસ ઘટવા સાથે દવાખાનામાં પણ બેડ ખાલી થઈ ગયા છે ત્યારે કોરોના સાજા થઈ ગયેલા દર્દીઓમાં મ્યુકોર માઈકોસીસનાં લક્ષણો જોવા મળી રહ્યાં છે.

આવા દર્દીઓને આંખ, મોં અને નાકમાં ઇન્ફેક્શન થાય છે, જે ટૂંકા ગાળામાં ઇન્ફેક્શન વધવા લાગે છે. ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં 15 જેટલા દર્દીને મ્યુકોર માઇકોસિસનાં લક્ષણો જોવા મળતાં ધ્રાંગધ્રાની ખાનગી તથા સરકારી હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ દર્દીઓને રાજકોટ અને અમદાવાદ લઈ જવાયા હતા, જેમાં 2 દર્દીનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ રોગની સારવારની સુવિધા મહાનગરોની સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં હોવાથી દર્દીઓ અને પરિવારજનોની મુશ્કેલીઓ વધી છે.

દર્દીએ ડર રાખ્યા વગર સારવાર લે તો જલ્દી સાજા થઈ જાય
‘મ્યુકોર માઇકોસીસ એ એક પ્રકારનું ફંગસ ઇન્ફેક્શન છે. તેમાં કોરોનાના દર્દીઓને સારવાર દરમિયાન ડાયાબિટિસ લાગુ પડ્યો હોય તેવા દર્દીઓને ઇન્ફેક્શન લાગે છે. દર્દીઓને ડરવાની કોઈ જરૂર નથી. આ રોગ સારવારથી મટી જાય છે. સારવાર માટે બાયોપ્સી અને એમઆરઆઈ જરૂર પડે જે મહાનગરોની હૉસ્પિટલમાં ઉપલબ્ધ છે. આથી દર્દીઓએ ડર રાખ્યા વગર સારવાર લે તો જલદી સાજા થઈ જાય તેમ છે.’ > ડૉ. ચીરાગ શાહ, એમડી ફિઝિશયન

​​​​​​​શહેરમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને હાલ લક્ષણો નથી
‘સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓને હાલ આ રોગની કોઈ અસર જોવા મળી નથી. છતાં તંત્ર આ બાબતની કાળજી લઈ રહ્યું છે. જે દર્દીઓને આ રોગનાં લક્ષણો જણાશે તેમની સારવારની વ્યવસ્થા કરવામાં આવશે.’ - ડૉ. હરીશ વસેટીયન, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી

અન્ય સમાચારો પણ છે...