કામગીરી:કોમર્શિયલ, ખેતી, ઉદ્યોગનાં 145 એકમ ચેક કરાયાં

ધ્રાંગધ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં 15 ટીમે વીજચેકિંગ હાથ ધર્યું
  • 12 કનેક્શનમાં વીજચોરી જણાતાં રૂ.10.65 લાખનું બિલ ફટકારાયું

ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વેહલી સવારથી સુરેન્દ્રનગરની વિજિલન્સની 15 ટીમોએ વીજચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 12 જેટલા કનેક્શનોમાં વીજચોરી ઝડપી પાડી ને રૂ. 10.65 લાખનું બિલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ધ્રાંગધ્રા પંથકમા વીજચોરી અંગેની ફરિયાદને લઈને સુરેન્દ્રનગરની વિજિલન્સની 15 ટીમ પોલીસ, એક્સએક્સ અને વીજકપનીના અધિકારીઓ સાથે શેહરના હળવદ રોડ અને સોસાયટી વિસ્તારમાં અને અલગ અલગ વીસ્તારમાં વીજચેકિંગ કર્યું હતું.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં બાવળી ફીડર રાજસીતાપુર વીસ્તારમાં વેહલી સવારથી વીજચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઘરવપરાશ, કોમર્શિયલ, ખેતી અને ઈન્ડસ્ટ્રીયલના કુલ 145 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાં 12 કનેક્શનમાં વીજચોરી જણાતા રૂ.10.65 લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વેહલી સવાર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા

અન્ય સમાચારો પણ છે...