તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીર્ણય:ધ્રાંગધ્રામાં ઘુડખરના શિકારની 3 ઘટના પછી પાકરક્ષણ માટેના 136 હથિયાર પરવાના રદ

ધ્રાંગધ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાવેશભાઈ કે. દવે, ડેપ્યુટી કલેક્ટર, ધ્રાંગધ્રા - Divya Bhaskar
ભાવેશભાઈ કે. દવે, ડેપ્યુટી કલેક્ટર, ધ્રાંગધ્રા
  • તાલુકામાં 2 વર્ષ પહેલાં હથિયારના 205 પરવાના મંજૂર કરાયા હતા
  • લોકો સ્ટેટસ માટે અને શિકાર માટે હથિયારનો દુરુપયોગ કરે છે : ડે. કલેક્ટર

ધ્રાંગધ્રા વિસ્તારમાં પાક રક્ષણ માટે ના 205 પરવાના આપવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર દ્વારા 2 વર્ષમાં ફોરેસ્ટ વિભાગની ભલામણ અને સમીક્ષા કરી 136 જેટલા પાક રક્ષણના બંધુકના પરવાના રદ કરાતા 69 પરવાના રહ્યા છે. ત્યારે પરવાનેદારોએ મોંઘા ભાવના ખરીદી કરેલા હથિયારના પરવાના રદ થતા જમા કરી વેચવાનો વારો આવ્યો છે.

ધ્રાંગધ્રા વિસ્તારમાં ઘુડખર અભાયરણ હોવાથી ઘુડખર, નીલગાય, ભુંડ જેવા પ્રાણીઓ રહે છે. ખેડૂતોના પાકને નુકસાન કરતા હોવાથી ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે બારબોરની બંધુકનો પરવાનો લેવામાં આવે છે. ત્યારે ધ્રાંગધ્રા વિસ્તારમાં 205 ખેડૂતો દ્વારા પરવાના આપવામાં આવ્યા હતા.

પરંતુ ધ્રાંગધ્રા વિસ્તારમાં 2 વર્ષમાં ઘુડખર પર હુમલો કરવાના અને હત્યા કરવાના ત્રણ જેટલા બનાવ બન્યા હતા. આથી બે વર્ષમાં પરવાના રિન્યુ કરવા માટે ધ્રાંગધ્રા ડેપ્યૂટી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો દ્વારા અરજી કરાઈ હતી. જેમાં કુલ 205 પરવાના પાક રક્ષણ માટે આપવામાં આવેલા.

ત્યારે ડેપ્યૂટી કલેક્ટર ભાવેશભાઈ કે દવે દ્વારા પરવાના રિન્યુ કરવા માટે સમીક્ષા કરાઈ હતી. ત્યારે ઘુડખર અભિયારણ ફોરેસ્ટ વિભાગ દ્વારા પાક રક્ષણ માટે વિસ્તાર કોઈ હિંસક પ્રાણીઓ નહી હોવાથી અને પાક રક્ષણ માટે સરકાર દ્વારા કાંટાળી વાડ બનાવવાની યોજના અમલમાં મુકાઈ હોવાથી તેમજ જટકા મશીન હોવાથી પાક રક્ષણ માટે બાર બોરની બંદુકની જરૂરી નહી હોવાની ભલામણ કરતા ધ્રાંગધ્રા ડેપ્યૂટી કલેક્ટર દ્વારા 136 જેટલા પરવાના રદ કરી નાંખવામાં આવ્યા હતાં. અને હાલ 69 જેટલા પરવાના રહ્યા છે.

ત્યારે બાર બંધુક રાખી પાક રક્ષણ માટે ઉપયોગ નહી કરી એક બંધુક રાખવાનો સ્ટેટસ ગણતા અનેક પરવાનેદારો દ્વારા મોંઘા ભાવની બંદુક ખરીદી હતી. પરંતુ પરવાના રદ થતા વેચવા વારો આવ્યો છે. ત્યારે પરવાના રદ થતા પોલીસ સ્ટેશનમાં જમા કરવી પડી છે. એક સાથે મોટી સંખ્યામાં પરવાના રદનો બનાવ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ જોવા મળ્યો છે.

ફોરેસ્ટ વિભાગની ભલામણ અને સમીક્ષા બાદ પરવાનાં રદ કરાયાં
ધ્રાંગધ્રા વિસ્તારમાં કોઈ હિંસક પ્રાણીઓનો વસવાટ નથી અને પાક રક્ષણ માટે સરકારની કાટાળી વાડની યોજના અને જટકા મશીનનો ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના લોકો હથિયાર પાક રક્ષણ માટે નહી પણ પોતાનું સ્ટેટસ અને સિમ્બોલ માટે રાખતા હોવાથી અને વિસ્તારમાં પ્રાણીઓની હત્યા કરવા બે વર્ષમાં ત્રણ બનાવ બનતા પોલીસ ફરિયાદ નોંધાવી ફોરેસ્ટ વિભાગની ભલામણ અને સમીક્ષા કરતા જરૂરી નહી જણાતા 136 જેટલા પરવાના રદ કરવામાં આવ્યા છે.- ભાવેશભાઈ કે. દવે, ડેપ્યુટી કલેક્ટર, ધ્રાંગધ્રા

અન્ય સમાચારો પણ છે...