ચૂંટણી પ્રક્રિયા:ધ્રાંગધ્રા પીપલ્સ બૅન્કની ચૂંટણીમાં12 ડિરેક્ટર બિનહરીફ

ધ્રાંગધ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ સિવાયના કોઈએ ફોર્મ જ ન ભરતાં ચૂંટણી પ્રક્રિયા ઔપચારિક રહી

ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કની 12 ડિરેકટરની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભાજપની સત્તાધારી પૅનલના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. અન્ય કોઈ ફોર્મ નહીં ભરાય તો તમામ ઉમેદવારો ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકા પૂર્ણ થયા બાદ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવશે. ધ્રાંગધ્રા પીપલ્સ બૅન્ક અગ્રણી છે ત્યારે બૅન્ક પર ઘણા સમયથી ભાજપનો કબ્જો છે.

બૅન્કના 12 ડિરેકટરની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે પચ્ચાસ મુદા અમલીકરણ સમિતિના ચૅરમૅન આઇ. કે. જાડેજાના માર્ગદર્શન નીચે બૅન્કના ચૅરમૅન ભરત ગજજરની આગેવાની હેઠળ ભાજપની સત્તાધારી પૅનલ દ્વારા 12 ડિરેક્ટરે વેપારી આગેવાનો, ટેકેદારોની હાજરીમાં ફોર્મ ભર્યાં છે. સતાધારી પેનલ સિવાય અન્ય કોઈ ફોર્મ ભરવામાં ન આવતાં પીપલ્સ બૅન્કના ચૅરમૅન ભરત ગજજર, 2 મહિલા ઉમેદવાર સહિત તમામ 12 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા.

અન્ય સમાચારો પણ છે...