બેઠક:8 કરોડનાં કામોના 114 ઠરાવ 30 મિનિટમાં પસાર કરાયાં

ધ્રાંગધ્રા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધ્રાંગધ્રા પાલિકા જનરલ બોર્ડની બેઠક મળી

ધ્રાંગધ્રા નગરપાલિકાનું જનરલ બોર્ડ યોજવામાં આવ્યું હતું. જેમાં 112 જેટલાં વિકાસના કામોના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. ત્યારે સભ્યો દ્વારા વોર્ડમાં કામો માટેના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંના મોટાભાગના ઠરાવો વિના વિરોધે પસાર કરવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા નગરપાલિકાનું જનરલ બોર્ડમાં કોરોનાને લઈને ગાઈડલાઈન મુજબ યોજવામાં આવ્યું હતું.જેમાં 8 કરોડના વિકાસના કામોના 112 ઠરાવો મૂકવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે રોડ રસ્તા લાઈટ અને પાણીની પાઈપલાઈન સહિતના ઠરાવોને બહાલી આપવામાં આવી હતી.

જ્યારે કોંગ્રેસના એકમાત્ર સભ્યએ અમુક ઠરાવો વિરોધ નોંધાવ્યો હતો.પરંતુ ભાજપે તમામ 112 ઠરાવ બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ એક માત્ર સભ્ય દ્વારા અમુક ઠરાવમાં પોતાનો વિરોધ જારી રાખ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ પોતાના વોર્ડના વિકાસના કામો માટે ચર્ચા કરી સૂચનો રજૂ કર્યા હતા.

આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ કલ્પનાબેન રાવલ, કારોબારી ચેરમેન ગાયત્રીબા મનોહરસિહ રાણા, ઉપપ્રમુખ રફીકભાઈ ચૌહાણ, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ ઝાલા, અજીતસિંહ ઝાલા, પ્રહલાદસિંહ, પઢિયાર, કરણસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, હિરેનભાઇ કાનાબાર સહિતનાએ ચર્ચમાં ભાગ લીધો હતો. જ્યારે ચીફ ઓફીસર એમ.કે.પટેલે ઠરાવોની તમામ વિગતો સહિતના જવાબ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...