તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ધ્રાંગધ્રાના મેથાણમાં મંદિરનાં તાળાં તોડી 1.10 લાખનાં આભૂષણોની ચોરી

ધ્રાંગધ્રા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે મંદિરમા ચોરીનો બનાવ બનતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે મંદિરમા ચોરીનો બનાવ બનતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા.
  • ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા

ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલા ચત્રભુજ દાદાના મંદિરમાં રાત્રિના સમયે કોઈ શખસો તાળા તોડી મંદિરમાં પડેલાં સોના-ચાંદીના રૂ.1.10 લાખના આભૂષણોની ચોરી કરીને લઇ ચકચાર ફેલાઇ હતી. આ બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાંગધ્રાના મેથાણ ગામે ચત્રભુજ દાદાનું જૂનું પુરાણું મંદિર આવેલું છે. ત્યારે મંદિરના પૂજારી મંદિરમાં પૂજા કરી રાત્રે તાળું મારી પોતાની ઘરે નીકળી ગયા હતા. પરંતુ સવારમાં પૂજા કરવા આવ્યા હતા. ત્યારે મંદિરના તાળા તૂટેલા અને સામાન વેરવિખેર હતો. આ અંગે ગ્રામજનોને જાણ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવી તાલુકા પોલીસને જાણ કરી હતી.

આથી તાલુકા પીઆઈ એ.એમ.ગોરી અને સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી મંદિરના પૂજારીની કરી ફરિયાદ લઇ મંદિરમાંથી રૂ. 1.10 લાખની ચોરી કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આમ બનાવને લઇને મોટી સંખ્યામાં ગ્રામજનો ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...