વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ:ધ્રાંગધ્રા-પાટડીમાં 10.35 લાખની વીજચોરી ઝડપાઇ

ધ્રાંગધ્રા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-ગ્રામ્ય વિસ્તારમાં PGVCL વિભાગીય કચેરીની 23 ટીમોએ ચેકિંગ કર્યુ

ધ્રાંગધ્રા તથા પાટડીમાં વેહલી સવારથી ધ્રાંગધ્રા વિભાગીય કચેરીની વિજીલંસની 23 ટીમોએ વીજચેકીંગ કામગીરી હાથ ધરી હતી.જેમાં અલગ અલગ 382 જેટલા કનેક્શનોની તપાસ કરી જેમાં 43 કનેક્શનમા વીજચોરી ઝડપી પાડી હતી.આ વિજચોરી કરનારને 10.35લાખનું બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.

ધ્રાંગધ્રા તથા પાટડી શહેર અને પંથકમાં વીજચોરી અંગેની ફરીયાદને લઈ ને ને ધ્રાંગધ્રા વિભાગીય કચેરીના કાર્યપાલ ઈજનેર જે.બી.ઉપાધ્યાયની સુચનાઓ ને લઈને 23 ટીમો પોલીસ એક્સ આર્મીમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે શહેર ધ્રાંગધ્રા અને પાટડી પથકમાં અલય અલગ સીટી અને ગ્રામ્ય વિસ્તારમા વીજચેકીગ હાથ ધર્યુ હતુ.

જેમાં 382 જેટલા કનેક્શનનું ચેકીગ કરવામાં આવતા 43 કનેક્શનમા વીજચોરી ઝડપી પાડી હતી.આ વીજચોરી કરનારને કુલ 10.35 લાખના બીલ ફટકારવામાં આવ્યા હતા. આમ વીજતંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે કડકમા કડક કાર્યવાહી કરવામા આવતા ફફડાટ વ્યાપી ગયો હતો. જિલ્લામાં થતી વીજચોરીને ઝડપી પાડવા અને આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે. વીજચોરી કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...